________________
૧૫૧
ચતુર્થ પ્રસ્તાવ કમળમાં તે લેખ મૂકી પિતાના હસ્તકમળને ઉચો કરીને આ પ્રમાણે આશીર્વાદ આપ્યો-“શેષનાગ પર પૃથ્વીનો ભાર મૂકીને વિષ્ણુ જેમ લક્ષમી સાથે આનંદ કરે છે તેમ જે મંત્રીશ્વરને પિતાના રાજયને ભાર સંપીને વરધવલ રાજા આનંદ સાથે ભેગવિલાસ કરે છે એવા અને જગતના જનેને મનેવાંછિત આપવામાં ચિંતામણિ સમાન, જગતમાં વસતા મહાન્ દાતારેમાં અગ્રેસર તથા મહા તેજસ્વી શ્રીમાનું વસ્તુપાલ મંત્રી જગતમાં જયવંત વત્ત. ચારે બાજુના રસ્તાઓ રેકી ગમે ત્યાં જતા ગુણી જનોને બળાત્કારથી પિતાની પાસે લાવીને જે વસ્ત્ર, અશ્વ અને ધનથી તેમને સત્કાર કરે છે અને બંદીજનનાં વચનથી શત્રુઓને બેલાવીને જે ઘેર સંગ્રામ કરે છે તે આ વસ્તુપાલ પ્રધાનની યથાર્થ સ્થિતિનાં વખાણ કેણ કરી શકે ?”
તે ભટ્ટને ઉચિત સ્થાને બેસારીને સન્માન સુધાને વરસનારાં પિતાનાં વચનાથી તેને સંતુષ્ટ કરી ઇંદ્ર સમાન ઓજસ્વી એવા શ્રીમાનું વસ્તુપાલે તે લેખ પોતાના કરકમળમાં લઈ તેની મુદ્રા દૂર કરીને આ પ્રમાણે વર
સ્વતિશ્રી સર્વજ્ઞ, બ્રહ્મા, પુરૂષોત્તમ, ચિદાનંદ, મહેશ અને દેવાધિદેવને પ્રણામ કરી વસ્તુપાલ મંત્રીને ગ્ય નિવેદન થાય કે- સમુદ્ર પર્યંતની લક્ષમીના ધામરૂપ, નાના પ્રકારનાં રત્નથી વિરાજિત અને પૃથ્વીને એક સ્વસ્તિકાકાર સમાન વહૂય નામનું નગર છે. જ્યાં વિચિત્ર રચનાથી વિભૂષિત એવા સ્થાવર અને જંગમ મરવારણ (બેસવાના ઓટલા