________________
૧૫૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ધારણ કરનારા તે ભટ્ટને સન્માનદાનથી ગૌરવ પમાડીને મત્રીશ્વરે વિસર્જન કર્યાં, અને તેની પાછળ જ એક પેાતાના કવિરાજ ભટ્ટને લેખ આપીને શંખ રાજા પાસે મેલ્યા; એટલે તે વય નગરે પહેાંચીને પરભાર્યાં રાજસભામાં જ ગયા અને ત્યાં સિંહના જેવા પીન (પુ) અને વિશાળ જેના સ્કંધ છે એવા સિંહાસન પર બેઠેલા અને રાજસમૂહથી શાભાયમાન શખ રાજાને જોઇને અંતરમાં આશ્ચર્ય પામી તે ભદ્રે તેને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા—હે વીર ભૂપાલ ! સમસ્ત રાજાઓના શંગારરૂપ એવા તમને જોતાં અસુરાને વિજય કરનાર રામ રાજા અને જગતને અભીષ્ટ આપવામાં કલ્પવૃક્ષ સમાન કણ રાજા-જાણે આજે સાક્ષાત્ જોવામાં આવ્યા હોય એમ ભાસે છે.’ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા પછી તે ભટ્ટે તેના ચરણકમળ પાસે મંત્રીએ આપેલ લેખ મૂકયા, એટલે રાજાએ પાતાના પ્રધાન પાસે તે વંચાવ્યેા. તે લેખ આ પ્રમાણે હતેાઃ
“ મહાતેજને ઉત્પન્ન કરનાર, સર્વ મંગળના આધારરૂપ અને ગણુશ્રી (ગણુધરશ્રી)ને પ્રસન્ન કરનાર એવા વૃષભધ્વજ (મહાદેવ) જય પામા. જેમના ચરણની સેવાથી ક્રમહીન (સર્પ) છતાં વિશ્વાધાર (શાસન)ની ધુરાને ધારણ કરનાર નાગેન્દ્ર થયા, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ આપણી સ્વાશ્રીને વૃદ્ધિ પમાડા. સમસ્ત વિશ્વના વિભૂષણ સમાન અને વિવિધ ભાગીજનાથી વિરાજિત એવા સ્તભતી - પુરથી પાતાના સ્વામીની આજ્ઞા પાળનાર અને વીરધવલ