________________
ચતુર્થાં પ્રસ્તાવ
૧૫૩
જાણા છે. સ્વકલ્યાણમય સમાચારરૂપ સુધાસિંચનથી તમારે આપણા પ્રીતિલતાના અંકુરને નિરંતર વધારતા રહેવું એવી અમારી ઇચ્છા છે, તેથી ન્યાયધમ માં ધુર્ધર તથા વીરશ્રેણિમાં શિરોમણિ એવા તમને સ્નેહપૂર્વક કંઇક પ્રયાજન હું નિવેદન કરવા ધારૂં છું. તે એ છે કે-સવ સ*પત્તિના પાત્રરૂપ, ઉપકારી, સદાચારી, સત્પુરૂષોને માન્ય, શુષુવૃદ્ધ, વયાવૃદ્ધ, ધનવૃદ્ધ, જનામાં ઉત્તમ, પૌરજના તથા વિણઞ્જનાને વિશેષે આધારરૂપ અને શે।ભામાં સૂર્ય સમાન એવા શ્રીમાન્ સદ્દીક નામે વ્યવહારી કે જે અમારા પરમ મિત્ર છે તે તમારે ત્યાં રહે છે. તેને કલ્યાણના અર્થી એવા તમારે નિરંતર પિતાની જેમ પૂજ્ય માનવા. વળી શ્રેયના અભિલાષી એવા તમારે પૂર્વજોએ સ્થાપન કરેલી પુરાતની મર્યાદાનું ઉલ્લંધન કરીને તેના સંબંધમાં કાંઈ પણ નવીન રીતિ દાખલ ન કરવી. સુજ્ઞ એવા તે સદીકનું બહુમાન કરવાથી તમે અમારૂં જ બહુમાન કર્યું' છે એમ સમજજો; પરંતુ જો તમે તેમ નહીં કરાતા તેનુ' પરિણામ સારૂ' નહી' આવે એમ જાણજો.”
આ પ્રમાણેને લેખ વાંચીને અત્યંત દાતાર એવા વસ્તુપાલ મંત્રીએ તે ભટ્ટને વીશ હજાર સોનામહેાર તથા વીશ નામીચા અવા આપ્યા. એટલે તે ભટ્ટ આશીર્વાદ આપતાં પુનઃ ખેલ્યા કે–‘ભુવનના ભૂષણરૂપ હે વસ્તુપાલ ! આ કલિયુગમાં તમે કવિએ અને ણુ, વિક્રમ, મુજ અને ભાજ વિગેરે દાનવીર રાજાએના એક સાથે સાક્ષાત્કાર કરી દીધા છે.’ આ પ્રમાણેની આશીર્વાદ આપવાની ચાલાકીને