________________
૧૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચેથે ભાગ મળે એટલી મારી ઈચ્છા છે. વળી તે સ્વામિન! પુરૂષોત્તમ એવા આપ અત્યારે સર્વ કમમાં સમર્થ અને સર્વ જ્ઞાતિબંધુઓને ઉદ્ધાર કરવામાં ધુરંધર છે.”
આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને કરૂણામૃતના સાગર એવા મંત્રીશ્વરે પોતાના મનમાં વિચાર કર્યો કે
અહો ! હું વિદ્યમાન છતાં પ્રબળ દુરાત્મા નિર્બળને ગળી જાય (સતાવે). આ માસ્ય ન્યાય અદ્યાપિ ચાલુ જ છે, તે પછી કાક પક્ષીઓ પણ સજજનમાં પ્રશંસાપાત્ર શા માટે ન થાય કે જેએ પિતાની શક્તિ પ્રમાણે સ્વજાતિને તે પક્ષપાત કરે છે. જે સમર્થ છતાં દીન પર દયા અને આશ્રિતેનું પિષણ ન કરે તે જગતમાં ચંચા પુરૂષ સમાન ગણાય છે. આ જગતમાં પરમાદક સંપત્તિવાળા એવા કેટલાક સપુરૂષે મેઘની જેમ પ્રાર્થના વિના પણ પરના સંતાપને શાંત કરે છે. કનકાચલ સમાન વિશ્વના અનુપમ આધારરૂપ શાલિવાહન રાજા દાનગુણથી અત્યંત પ્રશંસનીય થયા છે. કવિઓએ પુરૂષત્વને પ્રકાશ કરનારી એક ગાથા કહી છે કે – "ताण पुरो मरिए हिं, केलिथंभाणसरिसपुरिसाणं । जे अत्तणो विणासं, फलाई दित्ता न चितंति" ॥१॥
કેળના થંભ સમાન ઉપકારી પુરૂષોને માટે મરવું પણ સારું છે કે જેઓ ફળો (સંપત્તિ) આપતાં પિતાના વિનાશને પણ વિચાર કરતા નથી.” અનેક સુવર્ણકટિ
* પરને આનંદ આપનાર અથવા પરમ ઉદક.