________________
૧૪૪ શ્રી વસ્તુપાલ તેજપાલ ભાષાંતર તેને પૂછ્યું કે હે ભદ્ર! તું કેણ છે? ક્યાં રહેવાસી છે? તારું નામ શું છે? તું કે પુત્ર છે અને અહીં શા નિમિત્તે આવ્યું છે?” આ પ્રમાણે પૂછવાથી અંજલિ જોડીને તે માણસ વસ્તુપાલને કહેવા લાગ્યું કે
“આ જ નગરમાં અતિશય લક્ષ્મીના ભંડારરૂપ, સદાચારી, જૈનધર્મને જાણનાર, વિશેષે ઉપકાર કરનાર, તથા પ્રાગ્વાટ (પોરવાડ) વંશના મંડનરૂપ સગર નામે વ્યવહારી રહેતા હતા. તેના પુણ્યને ક્ષય થવાથી અનુકમે તે નિધન બની ગયે. જળ સિંચન કર્યા વિના ક્ષેત્રમાં પણ શું અંકુરશ્રેણિ ઉત્પન્ન થાય? કહ્યું છે કે “સાક્ષાત્ સનાતન ધર્મ જેમને જમાનરૂપ છે તેમના ભવનને શું લક્ષ્મી કદાપિ ત્યાગ કરે? જેમ લક્ષમી સંસારી કાર્યોમાં સર્વત્ર એક સાધનરૂપ છે તેમ એક પુણ્ય (ધ) અનેક સુખના પરમ કારણરૂપ છે.”
આ જ નગરમાં જોડાવંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, હસ્તીઓ, અશ્વો અને મનુષ્યના સ્વામી એવા રાજાઓને પણ માનનીય, અભિમાની, ધનવાન, શત્રુ (પર)ને તૃણવત ગણનાર, નિરગલ સંપત્તિથી સમુદ્ર પર્વત પ્રખ્યાત, સમુદ્રમાર્ગથી વિભવને મેળવનાર, અદીન, ઓજસ્વી, લક્ષ્મીનું એક પાત્ર અને રણાંગણમાં એક વીરરત્ન સમાન એ સદીક નામે વ્યવહારી વસે છે. જેને ઘેર સુવર્ણના પાખરથી શોભતા અને ઈદ્રના અધ જેવા ચૌદસો ઉત્તમ અધો છે. પૃથ્વીને કંપાવનાર સંગ્રામમાં સદા તત્પર તથા પિતાના પ્રૌઢ બળથી બહાદુર વીર જેવા ચૌદસો પદાતિ છે, તેમજ પોતાની જબર