________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૪૩ જાણે સંપત્તિના સમૂહ હોય એવા સર્વ વર્ણો વિવિધ યાન પર આરૂઢ થઈ નાના પ્રકારના લીલાવિલાસ કરતા આનંદપૂર્વક તેની સન્મુખ આવ્યા, અને પિતપતાનાં ભેટણ તેની આગળ મૂકીને તેમણે મંત્રીને પ્રણામ કર્યા. એટલે તેણે તેમને માન તથા માન (પ્રમાણ) કરતાં અધિક દાન આપ્યું. ત્યાં ગીરગુણથી ઉજવલ એવી તેની આકૃતિને જોઈને નગરજનોએ આશ્ચર્ય અને આનંદસાગરમાં સ્નાન કર્યું અર્થાત્ અત્યંત આનંદ પામ્યા. પછી અશ્વર્યશાલી એવા તેની પાસેથી સન્માન અને દાન પામીને હર્ષ પામતા નગરજનેએ વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા અને તે પુરુષોત્તમે મહત્સવ સાથે નગરમાં પ્રવેશ કર્યો. તેમને પ્રવેશ કરતા જોઈને કલિ (કલહ) તે પિશુન (ચાડીયા) જનની સાથે તરતજ ગચ્છતી કરી ગયો. પછી કુમારપાળ રાજાએ કરાવેલા જિનચૈત્યમાં ભગવંતને વંદન કરીને પોતાના પરિવાર સહિત મંત્રીએ અતિ ઉત્તમ દુગ (કિલા)માં નિવાસ કર્યો. ત્યાં નગરનઃ પ્રપંચી જુના અધિકારીઓને રાજાની આજ્ઞાપૂર્વક બેલાવી, તેમની પાસેના આવક જાવકના તમામ હિસાબ તપાસી, તેમને પિતાની આજ્ઞાના તાબેદાર બનાવીને પુનઃ પોતપોતાના પદ પર સ્થાપિત કર્યા.
એક દિવસ પુષ્પ સમાન મૃદુ બેલનાર, ન્યાયવાનું, સર્વ કાર્યોમાં કુશળ અને બાલ્યાવસ્થાથી જ વિનયી એવા કેઈ એક વણિકપુત્રે મંત્રિરાજની સમીપે એક અગ્નિશીચ વસ્ત્ર મૂકીને તેના ચરણકમળને વંદન કર્યું, એટલે મંત્રીશ્વરે