________________
તૃતીય પ્રસ્તાવ
૧૪t આદેશથી તેજપાલ મંત્રીએ ઈંદ્રને પણ આશ્ચર્ય પમાડે એવું રેવતેશ્વર (શ્રીનેમિનાથ) નું મંદિર કરાવ્યું. આ પ્રમાણે પ્રૌઢ પુણ્યકાર્યોમાં તેમને સદા તત્પર જેઈને ફલપ્રાપ્તિને માટે અનઘ (સરલ) એવા સોમેશ્વર કવિએ તેમની સ્તુતિ કરતાં કહ્યું કે-માગે એકલા કદાપિ ન જવું, આ સ્મૃતિવાક્યને સંભારીને સાંસારિક મેહને મારવામાં સમર્થ એવા એ બંને ભ્રાતા સાથે રહીને જ ધર્મમાર્ગમાં ચાલે છે. લોકોને વ્યાહ પમાડવામાં વિષલતા સમાન એવી પિતાને ઘેર આવેલી લક્ષ્મીને વસ્તુપાલ મંત્રીએ ક૯૫લતા સમાન બનાવી દીધી. સર્વોત્તમ અને સર્વ ગુણેના નિધાનરૂપ એક વસ્તુપાલ મંત્રી જ પ્રશંસા કરવા ગ્ય છે, કારણ કે જેને શરણે આવેલા અથીરજન આશાભગ્ન થઈને કદી પણ પાછા. જતા નથી. અહ! આ વસ્તુપાલ પ્રધાને તે વ્યાકરણથી કઈ જુદી જ સ્થિતિ પકડી કે જ્યાં કઈ પણ સ્થળે ઉપસર્ગ (ઉપદ્રવ), વર્ગ-વિકાર (વર્ણશંકર) કે નિપાત (અદશા)જ જોવામાં આવતા નથી, અર્થાત્ એના પ્રતાપે તેવું કોઈ પ્રકારનું પ્રજાને દુઃખ થતું નથી.”
આ પ્રમાણેની સામેશ્વર કવિની કરેલી પ્રશંસા સાંભળીને તેમણે પ્રસન્ન થઈ તેને ત્રણ લાખ દ્રશ્ન આપ્યા, કારણ કે જગતમાં દાતાને માટે દાનની મર્યાદા હતી જ નથી.” કહ્યું છે કે-ઔદાર્યથી ઉન્નત થયેલા સજજનોને પાંચ હજાર કે પાંચ લાખ પણ શું માત્ર છે? તેમજ કેટિ દ્રવ્ય યા તે રત્નતી એવી વસુમતી પણ શું હિસાબમાં છે?