________________
૧૩૮
શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર
આવ્યા. ત્યાં ભવનમાં પ્રવેશ કરતાં તેની મ્હેનાએ આનંદપૂર્વક તેને નીરાજન મહાત્સવ કર્યાં, એટલે તેમને પણ મહાદાન આપીને તેમના મનારથ પૂર્ણ કર્યા.
એક દિવસ શત્રુઓને જીતવામાં અગ્રેસર એવા તેજપાલ મત્રી ગુરૂમહારાજને વંદન કરવા ધર્મશાળામાં ગયા; એટલે ગુરૂમહારાજ વિનયથી નમ્ર એવા તેનુ' ધર્મ લાભરૂપ આશીવૃંદપૂર્વક ધર્મોપદેશવડે આ પ્રમાણે આતિથ્ય કરવા લાગ્યા“હે ભદ્રે ! ઉચ્ચતર સામગ્રીથી જિનશાસનના મહિમા વધારવા એજ પ્રૌઢ રાજવ્યાપારરૂપ વૃક્ષનુ ફળ છે. શ્રેષ્ઠ સામ્રાજ્યથી ઉદય પામેલેા જે પુરૂષ ચૈત્ય, પ્રતિમા, મહાધ્વજ, મહાપૂજા, પ્રતિષ્ઠા-મહાત્સવ, શ્રીસ ધની ભાવપૂર્વક ભક્તિ અને તીર્થોને વંદન, એટલાં ધકૃત્યા નિરંતર અસાધારણ ભાવથી કરીને જિનમતના પ્રભાવ વધારે છે, તે પુરૂષ પુણ્યાથી અદ્ભુત અને વિશ્વને ઉલ્લાસ પમાડનાર એવી ઉત્તમ પદવીને પામે છે. રાજ્યકારભારને પામીને જે પુરૂષ સન્માન પાષણ કરતા નથી તે દુર્ગતિમાં જનાર હાવાથી તેને માત્ર એક ભવવૃદ્ધિના જ લાભ થાય છે. કોઈ પ્રાણી માત્ર આ લાકનુ સાધન કરે છે, કેાઈ પરલેાકનું સાધન કરે છે, કોઈ અને લાકનું સાધન કરે છે અને કાઈ તા અને લેાકમાં પ્રાપ્ત. થનાર લાભને ઉલટા નાશ કરી નાખે છે; માટે હું મત્રીશ્ર્વર ! તારે યથાશક્તિ જિનશાસનનું માહાત્મ્ય વધારવું કે જેથી ભય લેાકમાં સતત ઉદય જ થાય.”
આ પ્રમાણે શિષ્ટ જનાને પ્રિય તથા ઉચ્ચ ગાત્રરૂપ