________________
૧૩૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કહ્યું છે કે પવિત્ર મનથી શ્રી રૈવતાચલના દર્શન કરતાં, શત્રુંજયને વંદન કરતાં, અષ્ટાપદનું સ્મરણ કરતાં, સંમેતશિખરનું ધ્યાન ધરતાં, પાવાગઢ પર આરોહણ કરતાં
અને આબુગિરિરાજનું પૂજન કરતાં-પ્રાણિના કેટિ જન્મનાં પાપ પ્રલય પામી જાય છે. જે પ્રાણું શ્રેષ્ઠ ભાવથી પૃથ્વી પર તીર્થનું સ્થાપન કરે છે, તે પુરૂષ પવિત્ર લક્ષ્મીનું ભાજન થઈ લોકમાં પ્રશસ્ત પુરૂષ તરીકે ગવાય છે. જે પુણ્યભાજન જન વિધિપૂર્વક આદર સાથે જિનમંદિર કરાવે છે અને તેમાં જિનબિંબની સ્થાપના કરે છે, તેમ જ સમ્યફ પ્રકારે તેમની પૂજા કરે છે, તેઓ આનંદ સાથે ત્રણે જગતમાં જયવંતા વર્તે છે. આ પ્રમાણે વિચાર કરીને સુજ્ઞ એવા મંત્રીએ
ત્યાં જગતને આશ્ચર્ય કરનાર એવું “સવિતાભદ્ર' નામે જિનચૈત્ય કરાવ્યું. પછી લોકોને મર્યાદામાં રાખનાર તથા સંપત્તિમાં ઇંદ્ર સમાન તે મંત્રી કેટલાક મહીને ત્યાં રહી અત્યંત ઓજસ્વી એવા પલ્લીપતિ રાજાઓને પ્રચંડ શિક્ષા આપવાવડે ચૌલુક્યપતિની આજ્ઞા મનાવીને પ્રૌઢ રાજાઓથી પરિવૃત્ત તથા હાથી પર રહેલા પાંજરામાં પૂરેલ ઘૂઘુલ રાજાને લોકોને દેખાડતા, જ્યાં મંદિરોની શ્રેણિમાં ઘણા મહોત્સવ થઈ રહ્યા છે એવા તથા સ્થાને સ્થાને લટકાવેલી ધ્વજાઓથી જ્યાં ચતુષ્પથી શણગારવામાં આવેલું છે એવા ધવલપુર સમીપે આવ્યા. પછી ધવલપુરમાં પ્રવેશ કરતાં વાદ્યમાન મહાવાજિત્રાથી જેણે દિશાઓના મુખને વાચાલિત કરેલ છે એવા, સન્મુખ આવેલા સમસ્ત રાજવર્ગની આગળ ચાલનારા અને ગવાક્ષમાં આવીને જોતી