________________
૧૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર બનાવી. વૈદ્યનાથ મહાદેવના મંદિરના ઉત્તર દ્વારપર વિશદ પાષાણનું તેણે એક તુંગ તોરણ રચાવ્યું. વળી રાજગૃહની આગળ તે મંત્રીએ કાંચનકુંભથી સુશોભિત એવી બે માળની એક ધર્મશાળા કરાવી. તથા પિતાના સ્વામીના કાળક્ષેત્રમાં નર્મદાના સંગમ પર સ્વામીના નામથી તેણે “વીરેશ્વર” નામનું દેવકુળ બંધાવ્યું. તેમજ કુંભેશ્વર નામના તીર્થમાં તેણે સર્વાગ ધર્મસામગ્રીયુક્ત તપસ્વીઓના પાંચ મઠ બંધાવ્યા. (આ તમામ વર્ણન દર્ભાવતીની પ્રશસ્તિમાં છે.)
ત્યારપછી રાજાઓની શ્રેણિઓ પુષ્પમાળવડે જેના ચરણની સેવા કરી રહી છે એ તે મંત્રિરાજ અનેક સિદ્ધ, ગંધર્વ અને કિન્નરેની શ્રેણિથી સુસેવિત, તળાવ, નદી, કુંડ અને વૃક્ષોની શ્રેણિથી વિરાજિત તથા નિરંતર ફલેથી વિલસિત સંખ્યાબંધ સુંદર વૃક્ષો વડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિઓનું આતિથ્ય કરનારા પાવાગઢ નામના પર્વત પર ચડે. અરાવત હસ્તીની જેવી નાની નાની રમણીય ટેકરીઓથી શોભાયમાન તે પર્વતના શિખર પર ઈંદ્ર સમાન બળીષ્ઠ, ચારે બાજુ સુમન (પંડિ–દેવ)ની શ્રણિ જેના ગુણગાન કરી રહી છે એ તથા અભિમાનરહિત પુષ્કળ દાન આપવાવડે વિદ્વાનોની નિર્ધન સ્થિતિને ધ્વસ્ત કરતા તે મંત્રી અનુક્રમે પાવાગઢ પહોંચ્યા.
ધમધુરાને ધારણ કરનારા પુરૂષામાં અગ્રેસર એ પ્રધાન પાવાગઢ પર્વતની અદ્દભુત શેભાને જેતે જેતે અંતરમાં વિચાર કરવા લાગ્યું કે “રાજસન્માન પામવાવ પ્રાપ્ત થયેલા