________________
તૃતીય પ્રસ્તાવ
૧૩૧
6
નાશ કરે તેમ તેણે લેાકેાની બધી ભીતિ દૂર કરી દીધી. કારણ કે તેવા પુરૂષા, પ્રાણીઓના સુખને માટે જ જન્મ ધારણ કરે છે.' તે નગરમાં તે બહાદુર મત્રીએ ચંચળ ધ્વજાએથી શ્રેણિથી અત્યત શેાભાયમાન, કૈલાસપત સમાન 'ચુ', સુવર્ણ કુંભથી વિરાજિત, તારણ તથા પૂર્વજોની મૂર્ત્તિ વડે ચુક્ત, ત્રણે જગતના નેત્રને અમૃતાંજન સમાન, ચારે આજી (૧૭૦) જિનગૃહાથી પરિવૃત્ત એવુ પાર્શ્વનાથ ભગવંતનું ચૈત્ય કરાવ્યુ અને પ્રભુજીની સન્મુખ હાથીપર બેઠેલા મરૂદેવીમાતા હાય તેવી તથા રજત પુષ્પમાળા જેણે પેાતાના હાથમાં ધારણ કરેલી છે એવી પેાતાની માતા કુમારદેવીની મૂત્તિ સ્થાપન કરી. તેમજ વળી વીરધવલ રાજાના અંતરમાં પ્રમાદ ઉપજાવવાને માટે તેણે બીજા પણ ઘણા પ્રશસ્ત કીર્ત્તિસ્થાના કરાવ્યાં.
દર્શાવતીમાં આવેલા વૈદ્યનાથ મહાદેવના મદિરના મ’ડપમાં તેણે એકવીશ સુવર્ણ કુંભ સ્થાપન કર્યા. વળી તે સુજ્ઞ મત્રીએ વૈધનાથ મહાદેવના મંદિર સન્મુખ પોતાના રાજા, તેની સ્ત્રી, પેાતાના જયેષ્ઠ બંધુ અને પેાતાની મૂર્તિચુક્ત એક જિનચૈત્ય કરાવ્યુ, અને તેમાં જાણે નવખંડ પૃથ્વીમાં ઉદ્યોત કરનારા નવ સૂયૅ હેાય તેવા સુવણૅ મય નવ પવિત્ર કળશ બનાવ્યા. વળી નવા કિલ્લાના ઉત્તર અને પશ્ચિમ દ્વારપર જાણે પેાતાની કીર્તિના મગળપાઠ કરતી હોય એવી એ પ્રશસ્તિ સ્થાપન કરી. અને સ્વાદિષ્ટ જળયુક્ત ‘સ્વયંવર નામની માટી વાવ કરાવીને તેણે વસુધાને નવીન સુધામય