________________
૧૩૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નામના ગામમાં તેણે શ્રી આદિનાથનું પવિત્ર મંદિર કરાવ્યું તેમ જ “આસેવનનામના ગામમાં એક મનોહર જિનચૈત્ય કરાવીને તેણે ત્યાં વસતા લેકેનું અતુલ્ય વાત્સલ્ય કર્યું. વળી જિનશાસનના આધારરૂપ તથા સદાચારી એવા મુનીશ્વરોની આહાર વિગેરેથી ભક્તિ કરીને તેણે પિતાને જન્મ સફળ કર્યો. તેમ જ સન્માન અને ધનદાનથી ત્યાંના શ્રાવકોને સંતુષ્ટ કર્યા અને ગુણવંત જનેને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું તથા ધર્મકૃત્યમાં સીદાતા પ્રાણીએને દઢ કરીને તે મંત્રીશ્વરે પિતાનું આસનસિદ્ધત્વ બતાવી દીધું. કહ્યું છે કે-[ “કષાયોની શિથિલતા, ઉદાર મન, કૃતજ્ઞતા, સર્વ જન પર અનુગ્રહ, આદરેલ કાર્યમાં દઢતા, પૂજ્યનું પૂજન અને ગુણમાં આદર–એ ભવિષ્યમાં તીર્થકરપણું પ્રાપ્ત થવાનાં લક્ષણ છે.”]
ત્યારપછી મંડળેશ્વરોથી મંડિત એ મંત્રી, સંપત્તિમાં વિદર્ભનગરી સમાન એવી દર્શાવતી નગરીમાં આવ્યો. ત્યાં નજીકના પલ્લીપતિ રાજાઓના ભયરૂપ શલ્યની વ્યથાથી વ્યાકુળ હેવાને લીધે જેમણે અન્ય કાર્યોને વિસારી દીધા છે એવા નગરજનેને જોઈને સુજ્ઞ એવા તેણે તે નગરીની ફરતે મૂલરાજ વિગેરે રાજાઓની મૂર્તિઓથી શોભાયમાન એ ઉંચે કિલ્લો કરાવ્યું. તેમાં શત્રુઓને પરાસ્ત કરવા યોગ્ય વિવિધ પ્રકારની રચનાઓ કરાવવામાં આવી. સપુરૂ
ના શરણરૂપ તથા નિરાલંબ ગગનમાર્ગે ચાલતા દેવનું જાણે વિશ્રામસ્થાન હોય એવા તે કિલ્લાવડે અંધકારને સૂર્ય