________________
તૃતીય પ્રસ્તાવ
૧૨૯
અને પ્રસાર પામેલા તથા પાપી એવા અનેક પલ્લીપતિ રાજાઓને તેણે વિરધવલ રાજાની આજ્ઞાને તાબેદાર બનાવ્યા. પછી તે નગરમાં મંત્રીશ્વરે હસ્તી તથા અની રચનાથી મનોહર, વીશ જિનેશ્વરના મંદિરેથી ચારે બાજુ પરિવૃત્ત, સુમેરૂ સમાન ઉન્નત અને દેદીપ્યમાન કાંતિવાળો, અજિતનાથ ભગવંતની પ્રૌઢ પ્રતિમાથી પ્રગટ પ્રભાયુક્ત તથા જાણે પોતાને જયસ્તંભ હોય એવો એક પ્રાસાદ કરાવ્યું. ત્યારપછી ન્યાયની અભિવૃદ્ધિને માટે કેટલાક દિવસ ત્યાં રહી તે નગરવાસી પ્રજાજનોને યથોચિત સંતુષ્ટ કરી સેનાપતિ રત્નની જેમ પુષ્કળ સૈન્યયુક્ત, પોતાની દાનલીલાથી ચારે વણને આનંદ પમાડનાર તથા ન્યાયધર્મના ભંડારરૂપ તેજપાલ મંત્રી અનુક્રમે પ્રયાણ કરતે વટપદ્ર (વડોદરા) નામના નગર પાસે આવ્યું, એટલે રાજા સમાને સમૃદ્ધિવાળા નગરજનોએ ઘણું ધામધુમ સાથે તેને નગરપ્રવેશત્સવ કર્યો. ત્યાંના રાજાએ વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને જાતિવંત અશ્વ વિગેરે વસ્તુઓની તેને ભેટ કરી, એટલે તેની ભક્તિથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે રાજા ઉપર અનુપમ કૃપા બતાવી. ત્યારપછી તે રાજાના આગ્રહથી કેટલાક દિવસે ત્યાં રહેતાં અજુન સમાન સુજ્ઞ એવા તેણે પૂર્વે સંપ્રતિ રાજાએ કરાવેલા, સુમેરૂ સમાન ઉન્નત પરંતુ જીર્ણ થઈ ગયેલા શ્રીમાન પાશ્વપ્રભુના મંદિરને ધરાધર (વીરધવલ રાજા)ના ધર્માથે જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી ધર્મની વૃદ્ધિ માટે તે નગરની પાસે આવેલા “વલ્કાટ