________________
૧૨૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તેવા રણવાદ્યોના રૌદ્ર નાદથી દિગ્ગજોને પણ ત્રાસ ઉપજાવતે તથા દુરાચારી રાજાઓને ભય પમાડતો સચિવેશ્વર જયશ્રીને પિતાને સ્વાધીન કરીને પિતાની છાવણીમાં આવ્યું, અને શુભ એવી અષ્ટ પ્રકારે ભગવંતની પૂજા કરીને રણભૂમિમાં લાગેલા રજ:પુંજને તે દૂર કરવા લાગ્યા. ત્યારપછી પ્રચંડ. બાહુદંડવાળા મંડળેશ્વરેથી સર્વતઃ પરિવૃત્ત થઈને અપૂર્વ કરણમાં અનુરક્ત એવા તેજપાલ મંત્રીએ બળથી ઉત્કટ એવા બહાદુર સુભટેથી ચારે બાજુ રફ્યુમાણ, કર્મગ્રંથિની જેમ દુભેઘ, તથા અત્યંત દુર્ગમ એવા ગોદ્રાના કિલ્લાને ખંડશઃ (ખંડિત) કરી નાખ્યો. પછી હર્ષના ઉત્કર્ષથી જ્યાં જયજયનાદ થઈ રહ્યો છે એવા અને સંપત્તિના નિવાસરૂપ રાજભવનમાં પ્રવેશ કરીને ત્યાંના સર્વ પ્રધાનમંડળને તથા વિશેષે કરીને મહાજનને તેણે આશ્વાસન આપવાવડે પ્રસન્ન કર્યા. સર્વ પ્રાણીઓને આનંદ આપનારા એવા તે પ્રધાને તેના રાજભુવનમાંથી અઢાર કેટિ સુવર્ણ, મૌક્તિકનો માટે સંગ્રહ, ચાર હજાર અ, સંખ્યાબંધ દિવ્ય શ, બીજી અનેક દિવ્ય વસ્તુઓ, એક હજાર બસ્તર, સુવર્ણચલ સમાન ઉન્નત સુવર્ણનું સિંહાસન, પુતળીઓની લીલાથી અદ્દભુત અને રનના આદર્શ તથા સ્કુરાયમાન ચન્દ્રકાન્તમણિથી મનહર હીંડોળાખાટ, જગતને પ્રિય લાગે તેવી સૂર્યકાન્તમણિની થાળી તેમ જ માણિક્યની વાટકી-એટલી વસ્તુ તેના પર ચડાઈ કરવાનાં ફળ તરીકે મેળવી. પછી ન્યાયવાન અને સિંહ સમાન પરાક્રમી એવા સિંહાસન નામના ઘૂઘલ રાજાના ભાણેજને તેણે તેની રાજ્યગાદી પર બેસાર્યો