________________
૧૧૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પામીને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે એમને વરનાર કોઈ વિદ્યાવાન સંભવે છે. અથવા તો આથી એમનું ઠીક થયું કે અઠીક થયું તે કાંઈ સમજી શકાતું નથી, કારણ. કે પ્રાણીની ભવિતવ્યતા દુર્તવ્ય છે. પછી ક્ષમા (વસુધા) સહિત મુનિની જેમ રાજા અને અમાત્ય-બંને શુદ્ધ ગોચરીની જેમ યત્નપૂર્વક તે વરની તપાસ કરાવવા લાગ્યા... રાજાના હુકમથી ચારે બાજુ તપાસ કરવા નીકળેલા કેટલાક રાજપુરૂષે રત્નાકરની જેમ તે દેવમંદિરમાં આવી ચડ્યા. ત્યાં અનર્થ ચિંતામણિની પ્રાપ્તિથી અપૂર્વ શાંતિ પ્રગટી હોય તેમ સુખનિદ્રામાં વિશ્રાંત થયેલા એવા તેને જાગ્રત. કરી સાથે લઈને તેઓ રાજા અને મંત્રીની સમીપે આવ્યા. અને તેને ત્યાં ખડે કર્યો. એટલે સામાન્ય આકારને ધારણ કરનાર અને નવીન વિવાહના વેષને લગતા ચિહ્નયુક્ત તેને જોઈને કેપથી પોતાના મુખને રક્ત બનાવી રૂછમાન થઈને સામંત, શ્રેષ્ટિપ્રમુખ સહુના સાંભળતાં રાજાએ તેને કહ્યું કે–અરે દરિદ્ર! તું કોણ છે, કેને પુત્ર છે, ક્યાં રહે-- વાસી છે અને રાજસુતા તથા મંત્રિસુતાનું પાણિગ્રહણ તેં શા માટે કર્યું?” એટલે અંજલિ જેડીને વિનયસહિત તે શ્રેષ્ઠિપુત્ર પિતાની જાત્યાદિ જણાવતો રાજાને કહેવા લાગ્યા. કે- હે રાજન! સુંદર વ્યવહારીને પુત્ર જાતે વણિ છું, અને અત્યારે સર્વજ્ઞના ધર્મમાં અનુરક્ત થઈ હું શાલિગ્રામમાં રહું છું. દુગત એ હું મગ વેચવાને આ ગામમાં આવ્યું હતું પણ તેનું વેચાણ ન થવાથી રાત્રે હું દેવકુલમાં જઈને સુઈ ગયેા હતો. એવામાં રાત્રે ત્યાં કોઈ