________________
તૃતીય પ્રસ્તાવ
૧૧૯
તેમની સાથે સર્વ પ્રકારની સામગ્રી સંપન્ન અને પ્રૌઢ એવા એક સારા ભવનમાં તે રહ્યો અને ત્યાં નિરંતર રતિ તથા પ્રીતિ સાથે કામદેવની જેમ તે બંને સ્ત્રીઓની સાથે સુખભેગ ભેગવતે તે આનંદથી રહેવા લાગે પૂર્વભવે આરાધેલા સત્કર્મના ઉલ્લાસથી તથા તેવા પ્રકારના શુભ કર્માનુભાવથી તે વણિકપુત્ર બંને પ્રમદાઓને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય થઈ પડયા. અને ગરિક એવી રાજ્યસંપત્તિ પામીને તે પુણ્યતેજ રાજાના નામથી જગતમાં પ્રસિદ્ધ થયે. પછી ધર્મરૂપ કલ્પવૃક્ષના અતિશય ફળને ભેગવીને શત્રુઓને ત્રાસ પમાડનાર એ તે રાજા પોતાની સ્ત્રીઓ સાથે અહીં આવ્યો અને સંવિગ્ન મુનિની જેમ ક્ષમા અને દયા સાથે તે નિરંતર આને ઉચિત વિવિધ ધર્મકાર્યો કરવા લાગ્યો.
એકદા નમસ્કાર કરવાને આવેલા એવા તેને રાજાએ વિસ્મય પામીને પૂછયું કે- હે ભદ્ર! આવા શકુને તે પ્રાયઃ ઘણા પ્રાણીને થાય છે, પણ જેવું તાત્કાલિક અને અસાધારણ ફળ તમને મળ્યું તેવું ફળ પૂર્વે કેઈને પણ પ્રાપ્ત થયું સાંભળ્યું નથી. તેનું શું કારણ? એટલે તેણે નમસ્કાર કરીને રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! વાણીથી વર્ણવી ન શકાય એવું આ અદ્દભૂત ફળ કેવળ શકુન માત્રથી જ મને પ્રાપ્ત થયું નથી, પરંતુ એ જિનભક્તિરૂપ કલ્પલતાનું ફળ છે. “સામાન્ય વસ્તુનું સર્વાતિશાયી માહામ્ય ન હોય. વળી છે પૃથ્વીપતિ! પક્ષીઓના શબ્દ વિગેરે