________________
| તૃતીય પ્રસ્તાવ
૧૨૧ યથાશક્તિ આપીને, વિવિધ દેશોમાંથી આવેલા પિતાના સાધમિક બંધુઓની સાથે સુઅવસરે ભેજન કરવું. તવા ગૃહસ્થોના સુભેજનને જિનેશ્વરેએ શુદ્ધ ભજન કહેલું છે.”
પછી વિરધવલ રાજાના આદેશથી રાજાએ, અશ્વો, હસ્તીઓ અને સુભટે સહિત, અસામાન્ય તથા ઉદ્દામ એવી સેનાની ઉડતી રજથી આકાશમાર્ગમાં જાણે બીજી પૃથ્વી રીતે હોય તેમ, અત્યંત પ્રૌઢ ગજેપર આરૂઢ થઈને ચલાયમાન ચામરથી વિરાજિત, પિતાના કીર્તિમંડળ સમાન વેત છત્રથી સુશોભિત, કૃતાંત (ચમ)ની જેમ અત્યંત દુસહ અને શત્રુઓને ચલિત કરનાર એ મહામાત્ય તેજપાલ ગોદ્રાધિપતિને જય કરવા ચાલ્યું. “પ્રસન્નભાવ-એ લક્ષ્મીનું મૂળ છે.” આ સૂક્તિને સંભારતા છતાં, ઘણા પ્રયાણવડે અનુક્રમે અપૂર્વ (પૂર્વના નહિ તે) વાનરાધીશે (વા નરાધીશે)ને યાચિત સંતોષ પમાડતા સમુદ્રને તરનાર એવા રામચંદ્રની જેમ મહી નદી ઓળંગી, પિતાનું કેટલુંક પ્રબળ સૈન્ય સજજ કરીને સુજ્ઞ એવા વસ્તુપાલના અનુજ બધુ તેજપાલે શત્રુ રાજા ઘૂઘુલના સીમાડામાંથી ગાય વિગેરેનું હરણ કરવા માટે સત્વર મેં કહ્યું અને સેનાનું રક્ષણ કરવામાં વિચક્ષણ તથા સ્થિર એ તે પોતે તેની પાછળ રહ્યો.
હવે ઉત્સાહને ધારણ કરનાર તથા અખિલ ભૂતલને કંપાયમાન કરનાર એવી તે સેનાએ તરતજ ગોધાના સીમાડામાં ઘેરે ઘાલીને આકંદ ઉપજાવનાર તથા પ્રાણને હરણ