________________
૧૨૨.
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરનાર એવા બાવડે રાજાઓની જેમ યુદ્ધ કરવા આવતા. ગેવાળાને સર્વાગે જર્જરિત કરીને તેનું ગોકુળ પાછું વાળ્યું. એટલે આક્રોશ કરતા ગેવાળાએ તરત જ નગરમાં જઈને ઈદ્રસમાન ઓજસ્વી એવા ઘૂઘુલ રાજાની આગળ પિકાર કર્યો કે, “હે રાજન્ ! તમારા દેખતાં ક્ષત્રિયાચારનું અપમાન કરીને સમુદ્રમાંથી નૌકાઓને લઈ જાય તેમ કેટલાક પાપી લેકે ગાયનું હરણ કરી જાય છે. માટે ક્ષત્રિય ધર્મની ફરજ સમજીને તમે સત્વર ડે. કારણ કે ગાયનું રક્ષણ કરતાં ક્ષત્રિયોને પરમ પુણ્ય થાય છે. આ પ્રમાણેનાં ગાવા
નાં વચને સાંભળી કેપથી જેનું મુખ ધૂસર થઈ ગયું છે એ તથા બળક જનેમાં પ્રખ્યાત એવે ઘૂઘલરાજા. મેઘની જેમ ઘેર ગર્જના કરતે ક્ષણભર વિચારવા લાગે કે–અહો ! હું રાજા હૈયાત છતાં શત્રુઓ પાદરમાં આવીને ગાયનું હરણ કરે એવું પૂર્વે કદાપિ મેં સાંભળ્યું પણ નથી. જે રાજાના જીવતાં ગંગાસમાન નિર્મળ ગાયનું હરણ થાય તે રાજાને અધમ ક્ષત્રિય કહેલ છે. કહ્યું છે કે–વૃત્તિ રછેદન વખતે, વિપ્રના મરણ વખતે, સ્વામીના સંકટ સમયે, ગાના હરણ વખતે, શરણે આવેલાના રક્ષણ વખતે, સ્ત્રીનું હરણ થતું હોય તે વખતે અને મિત્રોની આપત્તિ દૂર કરવાને વખતે આર્ત જનેનું રક્ષણ કરવામાં તત્પર મનવાળા જે પુરૂષે શસ્ત્રને ઉઠાવતા નથી, તેવા પુરૂષને જોઈને સૂર્ય પણ શરમાઈને અન્ય સ્થાને જવા તત્પર થઈ જાય છે.” આ પ્રમાણે વિચાર કરીને ઘર પરાક્રમી, વીરમાની, મહા અભિમાની અને એક રણવેશને વશ થયેલો એ ઘૂઘુલ.