________________
તૃતીય પ્રસ્તાવ
૧૨૩
રાજા પોતેજ અખ્તર ધારણ કરી ગગનગુફાને પૂરી દેનારા એવા રૌદ્ર વાજીત્રાના મહા નાદથી દેવાને પણ ત્રાસ પમાડતા તથા જેને પ્રૌઢ મત્સર પ્રગટ થયેલા છે એવા તે સ્કુરાયમાન પાખરરૂપ પક્ષ (પાંખ)થી ગરૂડની જેવા ઉદ્ધૃત દેખાતા અશ્વરત્નપર આરૂઢ થયા અને સેકડા ઘેાડેસ્વાર અને મળીષ્ઠ રાજાએથી પરિવૃત્ત થઈ તરત જ ગાયાને હરનારા તે શત્રુઓની પાછળ ચાલ્યા. એટલે ગાયાને લઈ જનારા સૈન્યે તેને દેખાવ ખતાવ્યા, પરંતુ ઉભા રહીને તે શત્રુએને ત્રાસ આપનાર એવા તે રાજાની સાથે યુદ્ધ કરવાને તૈયાર ન થયા. એવી સ્થિતિ જોઈને દ્વિગુણાત્સાહી બનેલા સાહસિક અને મહાબાહુ એવા ઘૂઘુલ રાજા તેમને યુદ્ધ કરવા રણવાદ્યના નાદથી ખેાલાવવા લાગ્યા. એટલે કેાઈવાર તેઓ કપટથી ઉભા રહીને યુદ્ધ કરવાના કંઈક દેખાવ આપતા અને વળી પાછા રિત પગલે ભાગતા હતા.
આ પ્રમાણે દંભ દર્શાવીને કાપાક્રાંત એવા થૂથુલ રાજાને ખેદ્ર પમાડતા તેએ મંત્રીની સાંકેતિક ભૂમિમાં તેને ખેચી ગયા. પણ રણરંગથી તરગત થયેલા તે મહાવીર વેદના ખરા અને જૈમ બ્રાહ્મણ ન જાણે તેમ પેાતાની સીમાને અતિક્રમ જાણી ન શકયો. એવામાં સૂર્યની જેમ અત્યંત દુસ્સહ અને અનેક રાજાએથી ચારે બાજુ પરવરેલા એવા તેજપાલ મત્રી અકસ્માત્ પ્રગટ થયા. એટલે ચારે ખાજી. પ્રસરતા તે સૈન્યને જોઈ ને ગોયાધિપતિએ અતરમાં નિશ્ચય કર્યો કે- અવશ્ય મંત્રીનેા છળભેદ છે,’ તથાપિ ધૈર્ય ધારણ. કરીને વીર એવા તેણે મન્દ્રત એવા પેાતાના સુભાને,