________________
૧૧૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આગળ પાણિગ્રહણને વિધિ તે જ રીતે બનેલે કહી સંભળાવ્યું. પછી પોતાની પુત્રીના સર્વ વૃત્તાંતને જાણનાર એ રાજા પ્રધાન સહિત મનમાં વિસ્મય પામીને ચિંતવવા લાગ્યો કે
સ્કુરાયમાન વિશાળ કાંતિવાળા રાજપુત્ર અને મંત્રીપુત્ર –વરને મૂકીને આ બંને મૂઢ કન્યાઓ દુગતને શા માટે પરણી? આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે પુરૂષનું ઉદ્યમરૂપ વૃક્ષ ગમે એટલું વાંકું વારંવાર સંભાળ લેવાયેલું હોય છતાં તે ભાગ્યના પ્રભાવથી જ ફલીભૂત થાય છે. મહાત્ ઉપાય કર્યા છતાં પણ ભાગ્ય વિના ઉદ્યમનું ફળ મળતું નથી. અમૃતનું યથારૂચિ પાન કરતાં છતાં પણ રાહુનું શરીર વિકસિત (તેજસ્વી) થતું નથી–શ્યામ જ રહે છે. લાખે માણસો કઈ વસ્તુ માટે એકઠા મળે, છતાં જેને જે મળવાનું હોય, તે જ તેને મળે છે. શરીરનાં બધાં અવયવ ભૂષણને પામે છે, પણ ચિબુક (દાઢી)ને કઈ ભૂષણ પહેરાવતું નથી. ભાગ્ય વિના શ્રેષ્ઠ વસ્તુ વૃદ્ધત્વને કારણથી પણ પ્રાપ્ત થતી નથી. જુઓ! સમુદ્રમંથન કરતાં અનેક રત્ન નીકળ્યા છતાં પિતામહ (બ્રહ્મા)ને તે ભિક્ષાની ભિક્ષા જ રહી.” પછી મંત્રીની સલાહથી રાજાએ મહોત્સવ પૂર્વક રાજ્યસંપત્તિ સાથે તે બંને કન્યાઓ તેને આપી એટલે તે ભૂપતિરૂપ ભાસ્કરથી પ્રતાપ પામીને દુગત નામધારી છતાં પણ રાજ્યકળાયુકત ચંદ્રમાની જેમ અધિક શોભવા લાગે. આ વખતે તે દૂતને રાજ્યલક્ષ્મીથી વિભૂષિત જોઈને વિસ્મય પામતા સવ વિવેકી જન જિનધર્મના સાક્ષાત્ ફળને કબુલ કરવા લાગ્યા. પછી પોતાની નવોઢાઓના કહેવાથી