________________
તૃતીય પ્રસ્તાવ .
- ૧૦૯ નાદિકની શુભાશુભ વિચારણા છે. એટલે તે દુર્ગત બે કેશુભ શકુન કેવા ? અને તેનું ફળ શું? તે હે વિશારદ! તમે મને સંભળાવે.” સિદ્ધપુત્ર બોલ્યો કે-શકુન શાસ્ત્રમાં છીંકનું ફળ આ પ્રમાણે કહ્યું છે–ગ્રામાંતર જતાં પૂર્વ દિશા તરફ છીંક થાય તે અવશ્ય લાભ થાય, અગ્નિ ખૂણામાં થાય તે હાનિ થાય, દક્ષિણ દિશામાં થાય તો મરણ થાય, નિત્ય ખુણામાં થાય તો ઉદ્વેગ થાય અને પશ્ચિમ તરફ થાય તો સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય. છીંક સંબંધી ફળ કહ્યા પછી તે સિદ્ધપુત્રે તેની આગળ દુર્ગાનું ફળ કહી સંભળાવ્યું કે “દુર્ગા ડાબી કે જમણી બાજુ બેલે તે શુભાશુભ ફળ આપે છે. તે આ પ્રમાણે–નીકળતાં ડાબી બાજુએ અને પસતાં દક્ષિણ (જમણી) બાજુએ જે દુર્ગા (પક્ષી વિશેષ) બોલે તે શુભ થાય અને ડાબી બાજુએ સૂલિસૂલિ એ અવાજ કરે તે વિશેષ લાભ થાય પણ એ તે મનુષ્ય પુણ્યથીજ પામી શકે. ચિલિચિલિ એ અવાજ, શુલિલિ, કૃજિકૃજિ તથા જલાથી થઈને વિકુવિકુ એ અવાજ કરે તો પણ લાભ થાય છે. ચિરિચિરિ એ અવાજ કષ્ટ આપે છે, ચિકુચિકુ-એ અવાજ દૈન્ય ઉત્પન્ન કરે છે, અને કિડુકિત-એ મધુર અવાજ ઈચ્છિત વસ્તુ સિદ્ધ કરે છે. વામભાગમાં કાગડો જે મધુર શબ્દ બેલે તે સર્વાર્થની સિદ્ધિને પુનઃ પ્રાપ્ત કરાવે છે, પણ દક્ષિણ ભાગમાં બોલે તે તે કરતાં વિપરીત ફળ આપે છે. વળી માર્ગમાં પ્રદક્ષિણા કરીને કાગડે જે વામ ભાગમાં ઉતરે તે જનારને ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે અને કુશળ