________________
૧૧૧
તૃતીય પ્રસ્તાવ એટલે અશિક્ષિત કળાથી રમ્ય એવા તે નૃત્ય કૌતુકને જોઈ ને મનમાં આશ્ચર્ય પામી રાજાએ તેને પૂછયું કે-“શા કારણથી આ વૃક્ષ નીચે તું આ પ્રમાણે નૃત્ય કરે છે?” એટલે “આ રાજા છે એમ જાણીને આનંદથી નમસ્કાર કરતે તે બોલ્યો કે-“હે રાજેદ્ર ! મારી પાસે આ મગનું પિોટલું છે, તેનાથી આજે મને માટે લાભ થવાને છે અને બે કન્યા સહિત રાજ્યની પણ મને પ્રાપ્તિ થવાની છે. તે કારણથી દુર્ગતમાં અગ્રેસર એ હું લાસ્ય (નૃત્ય) લીલા કરું છું.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને રાજાએ પિતાના નગરમાં એ હુકમ ફેરવ્યો કે- પાંચ દિવસ સુધી પેલા દુગત પાસેથી કોઈએ મગ ન લેવા.” પછી મગ વેચવાને માટે પેલો દુર્ગત તે નગરમાં ગયો અને આ દિવસ નાની મોટી બધી બજારમાં તે ભગ્યે, પરંતુ તેને કંઈ લાભ ન મળે; એટલું જ નહિ પણ મગનો વિકય પણ ન થયો. (કેઈએ ખરીદ્યા જ નહીં.) રાજા પ્રતિકૂલ થતાં કોને સુખ મળે? એટલે મનમાં કંઈક ખેદ લાવી દ્વિધા મુદ્દગાહિત (જેણે મગ ઉપાડયા છે એ અને હર્ષવિકલ) છતાં તે મંત્રીશ્વરના મકાન પાસે આવેલા દેવ મંદિરમાં ગયો. ત્યાં સરલ અને નિષ્પાપ એવે તે ભગવંતની આગળ સ્તોત્ર પાઠ તથા નમસ્કાર જાપ કરીને જેટલામાં સુતે, તેટલામાં જગતના નેત્રને આનંદ આપનારી, ચિરકાળથી અનુરક્ત તથા પાણિગ્રહણ કરવાને સમુ
સુક, પૂર્વે દૂતીના મુખથી જેણે સંકેત કરેલો છે એવી, વિવાહચિત વસ્તુઓને પિતાના કરકમળમાં ધારણ કરતી,