________________
૧૧૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ક્ષેમે તે શીધ્ર પાછો આવે છે. આ પ્રમાણેનાં સિદ્ધપુત્રનાં વચન સાંભળીને પિલે કુલપુત્ર અત્યંત હર્ષિત થઈને નાચવા લાગે; એટલે સિદ્ધપુત્રે તેને નાચવાનું કારણ પૂછતાં તે બે કે-હે મહાશય ! આ બધા શકુનો આજ મને હજી હમણું જ થયા છે, તેથી હર્ષાવેશમાં નિમગ્ન થઈને હું નાચું છું.” એટલે સિદ્ધપુત્રે તેને આ પ્રમાણે કહ્યું કે જે આ શકુનો તને આજે થયા હોય તે આજે મગના વ્યાપારમાં તને અતિશય લાભ પ્રાપ્ત થશે. વળી હે વત્સ ! બીજું નિમિત્ત કહું તે સાવધાન થઈને સાંભળ-આ સૌમ્ય અને ક્ષીરતરૂ (આકડા) પર બેઠેલ કાગડે કહે છે કે આજ રાત્રે રાજા અને પ્રધાનની પુત્રીને પરણીશ અને પ્રભાતે અવશ્ય કાંચન તથા ઐશ્વર્યસંપત્તિને તું પામીશ.” આ પ્રમાણેની હકીક્ત સાંભળીને તે હર્ષ પામતો પુનઃ તેના ચરણમાં નમ્યા. કારણ કે સર્વ કાર્યોમાં પ્રાણીને વિનય મુખ્ય સાધન છે. પછી સિદ્ધપુત્ર યથાસ્થાને ગયે અને તે ત્યાં જ ઉભે ઉભે પૂર્વ પ્રમાણે નૃત્ય કરવા લાગ્યા. કારણ કે, જગત સહજના લાભમાં પણ આનંદને વશ થઈ જાય છે. કહ્યું છે કે-સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને રણભૂમિમાં અધેર્યું ન હોય એવા ત્રિભુવનના તિલક સમાન પુત્રને તે કઈ વિરલ જનની જ જન્મ આપે છે.”
હવે અચલપુરના વિકમ નામના રાજાએ અશ્વકીડા નિમિત્તે ત્યાં આવતાં તેણે તે પ્રમાદીને નૃત્ય કરતો જો,