________________
: તૃતીય પ્રસ્તાવ
૧૧૩ ચકિત થતી તે પિતાની સખીના હાથનું અવલંબન લઈ સત્વર પિતાને ઘરે ચાલી ગઈ અને તેવા જ વેશ વિશેષથી વિભૂષિત થયેલી તે પિતાની સુખશય્યામાં સુતી, એટલે તરતજ તેને નિદ્રા આવી ગઈ.
હવે અહીં અંતરમાં આનંદ પામીને દુર્ગત સુતે સુતે મનમાં ચિંતવવા લાગે કે-અહો! સિદ્ધપુત્રનું નિમિત્તવિજ્ઞાન કેવું અદ્દભુત છે? પણ હવે બીજી કન્યાની સાથે મારું પાણિગ્રહણ શી રીતે થશે? અથવા તે સર્વજ્ઞભાષિત ધર્મનો મહિમા જ અચિંત્ય છે, તેથી વિચાર કરવાની જરૂર જ નથી.” પછી આનંદથી વ્યાપ્ત થઈને બુદ્ધિનિધાન એવો તે દુગત નિદ્રાને ત્યાગ કરી પંચપરમેષ્ઠીને જાપ કરવા લાગ્યું. “શરદ્દઋતુના ચંદ્રસમાન કાંતિવાળા અહ તને, મસ્તકપર, વિશુદ્ધ ગુંજ (ચણોઠી)ના અર્ધભાગસમાન રક્ત વર્ણવાળા સિદ્ધ ભગવંતને, પિતાના મુખકમળપર, શ્રેષ્ઠ કાંચનસમાન પીત વર્ણવાળા સર્વાંગસંગત આચાર્યોને તેમજ નીલકમળસમાન શોભાયમાન વાચકે (ઉપાધ્યાય)ને પિતાના બંને કરકમળપર, અને અત્યંત તેજસ્વી તથા વિશ્વત્રયના બાંધવ એવા સાધુઓને પોતાના પાદપદ્મપર સ્થાપન કરીને સમાધિપૂર્વક ધ્યાન ધરતે એ તે દુગત ક્ષણભર તન્મયી ભાવને પામ્યા. આ પ્રમાણેના તેના જાપના માહાસ્યથી આકર્ષાચેલે તે મંદિરનો યક્ષ અંતરમાં પ્રસન્ન થઈને પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગ્યું કે-“હે વત્સ! તું એકાકી છતાં નિર્ભય