________________
૧૦૮
શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર પુથી તે ભક્તિપૂર્વક ભગવંતની પૂજા કરવા લાગે. કઈવાર તે ગુણગાનપૂર્વક મનહર એવું નૃત્ય કરતે, કઈ વાર નિવૃત્ત થઈને ભગવંતનું ધ્યાન ધરતો, કેઈ વાર વિધિસહિત આરાત્રિક (આરતી) ઉતારતો અને કઈ વાર ભગવંતની આગળ તે પવિત્ર સ્તોત્ર બેલ હતું. આ પ્રમાણે પૂજાના પ્રભાવથી તેના અશુભ કર્મોને ક્ષય થતાં લક્ષમીની વૃદ્ધિ થઈ એટલે લોકોમાં તેની પ્રતિષ્ઠા જામી. પછી એમદત્ત નામના વણિક સાથે તેણે મિત્રાઈ કરી, એટલે માળીના સ્થાનનો ત્યાગ કરીને તે તેના ઘરે રહેવા લાગ્યા. ત્યાં એમદત્તના કહ્યા પ્રમાણે તે ધાન્યને વ્યાપાર (વિકય) કરતો હતો. અનુક્રમે વ્યવસાયજ્ઞ જનમાં અગ્રેસર એવા તેને ત્યાં પણ ચાર આના ભાગ થયો. ત્યાં વ્યવસાય કરતાં છતાં પવિત્રામા એ તે પ્રતિદિન અક્ષત અને કુસુમથી આદરપૂર્વક ભગવંતની પૂજા કરતે હતો અને પિતાના ભેજનમાંથી સુપાત્રે દાન પણ આપતો હતે.
એક દિવસ જિનપૂજા કરી મગનું પોટલું લઈ અચલ નામના ગામ તરફ જતાં રસ્તામાં એક વૃક્ષ નીચે તે વિસામો લેવા બેઠે. એવામાં ગ્રામાંતર જતાં જાણે તેના પુણ્યથી પ્રેરાયેલ હોય તેમ જેના હાથમાં પોથી છે એ પવિત્ર બુદ્ધિવાળે કઈ સિદ્ધપુત્ર ત્યાં આવી ચડ્યો; એટલે વિનયપૂર્વક નમસ્કાર કરીને તે શ્રેષ્ઠિ પુત્રે તેને પૂછયું કે
આ પોથીમાં શું છે?” સિદ્ધપુત્ર બોલ્યો કે “હે ભદ્ર! આ પોથીમાં પૂર્વના મહામુનિઓએ રચેલી નિમિત્ત અને શકુ