________________
તૃતીય પ્રસ્તાવ .
૧૦૭ કરવામાં આવેલી એક વારની જ જિનપૂજા મનુષ્યના દુર્ગતિગમનને દૂર કરે છે, અને નિર્મળ લક્ષમી પ્રાપ્ત કરી આપે છે.” ભગવંતનું પૂજન કરતી વખતે મનની, વચનની, કાયાની, વસ્ત્રની, ભૂમિની, પૂજનની અને ઉપકરણની એમ સાત પ્રકારની શુદ્ધિ સાચવવાની છે. દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વિના જે પ્રાણી જિનપૂજન કરે છે તે હીન જાતિને રાજા અથવા પ્રભારહિત દેવ થાય છે. જેમ જેમ જિનપૂજનમાં પ્રશસ્ત વસ્તુઓ ધરવાનો આદર (ભાવ) વધતું જાય, તેમ તેમ ભાવ વૃદ્ધિને પામે છે. પૂજગી વસ્તુઓ અતિશય સુંદર હેવી જોઈએ, એટલે તે અન્ય જનોને પણ બેધિલાભ આપે છે અને શાસનની ઉન્નતિના કારણભૂત થાય છે. કહ્યું છે કે-“અહો ! આ પુણ્યવંત જનને જિનપૂજામાં રાગ, એની ભક્તિ અને પ્રતિદિન એને આદર કે શ્રેષ્ઠ છે કે જે આ પ્રમાણે નિરંતર અનુવર્તન કરે છે. તેને ઋદ્ધિને, એના પરિશ્રમને અને એના પરિજનને પણ ધન્ય છે. આ પ્રમાણે પ્રશંસા કરતા અને દુઃખથી વ્યાકુળ થયેલા એવા અનેક પ્રાણીઓ મહાફળવાળા એવા સમ્યફવરૂપ વૃક્ષના ફળને પામ્યા છે.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને મુનિની પાસે તેણે એ અભિગ્રહ લીધે કે “પ્રતિદિન જિનેશ્વર ભગવંતની યથાશક્તિ. પૂજા કરીને જ મારે ભજન કરવું. પછી મહાત્માને નમસ્કાર કરીને તે સ્વસ્થાને ગયે અને મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. કારણ કે “મુનિએ નિઃસંગ હોય છે.'
ત્યાર પછી પ્રતિદિન સર્વથા પવિત્ર થઈને પિતાના