________________
દ્વિતીય પ્રસ્તાવ
૮૮ સદગુરૂની જેમ રાજાઓને નમ્ર બનાવતે, શ્રી જિનશાસનની સર્વ રીતે પ્રભાવના કરતે તથા શત્રુઓને તાબે કરતે તે વસ્તુપાલ, અનુક્રમે સુવર્ણ કુંભ અને ધ્વજાથી શોભાયમાન એવા જિનચૈત્યથી મનોહર થારાપદ્ર (થરાદ) નગરમાં આવ્યો. ત્યાં વિવેકથી વિશ્વવિખ્યાત એવા શ્રીસંઘે મંત્રીરાજને આદરપૂર્વક પ્રવેશત્સવ કર્યો. ત્યાં પોતાની ઉંચાઈથી હિમાલય પર્વતને પણ જીતીને પતાકાના મિષથી સદા જયચિહ્નને ધારણ કરતા, કુમારપાલ રાજાની પુણ્યલક્ષ્મીના કીડાગૃહ સમાન, તથા સમ્યગ્દષ્ટિ જીવોને મેહન મંત્ર સમાન ઉત્કૃષ્ટ જિનમંદિરને જોઈને વિસ્મય પામેલ સચિવેશ્વર અસાધારણ આનંદરુપ નિસ્પદ (અચલ) સાગ૨માં નિમગ્ન થઈ ગયો અને પિતાના જન્મને સફળ માનવા લાગ્યા. પછી ત્યાં પુષ્કળ પવિત્ર જળવડે ભગવંતનું સ્નાત્ર કરતાં તે મંત્રીએ પોતાના આત્માને ઉજજવળ કર્યો, અને પ્રજાને આનંદ આપનાર એવા તેણે સમસ્ત ચિત્યમાં દુર્ગતિનો નાશ કરનાર સુવર્ણના મહાધ્વજ ચડાવ્યા. વળી આશ્રિત સેવકોને છૂટે હાથે વિવિધ પ્રકારના દાન આપીને સંતેષ પમાડી સ્થિર ઉદયવાળા એવા તેણે પૂર્વના સર્વ પૂજારીઓને સ્થિર કર્યા. વળી ત્યાં લાખે મનુષ્યોને વિવિધ ભેજનદાન આપીને વત્સલ એવા તેણે શ્રીસંઘનું સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યાં સર્વ જૈન સાધુઓને તેણે વસ્ત્રદાન દીધું તથા જીર્ણ થયેલી ત્યાંની ઘણી ધર્મશાળાઓને તેણે ઉદ્ધાર કર્યો. વળી તે મંત્રીએ ત્યાં કુમારપાલના મંદિર સમાન એક નવું જિનમંદિર કરાવ્યું તથા ધર્માથીં એવા તેણે