________________
૧૦૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને ઈષ્ટ ફળને આપનાર એવા ગુરૂ મહારાજને વંદન કરીને તેમની ઉપાસના (ભક્તિ) કરી. એટલે ગુરૂમહારાજે પણ ભવાટવીમાં ઉત્પન્ન થતા અનંત પાપને શમાવવામાં પાણીની પરબ સમાન આ પ્રમાણેની ધર્મ દેશના આપી.
જે પ્રાણ શ્રદ્ધાથી પૂરિત થઈ ભાવથી ભગવંતની પૂજા કરે છે તેને સ્વર્ગ તે ગૃહાંગણમાં જ છે, શુભ એવી સામ્રાજ્ય લક્ષ્મી તેની સહચરી બને છે, સૌભાગ્યાદિ ગુણવલિ તો તેના શરીર રૂપ ગૃહમાં યથેચ્છ વિલાસ કરે છે, સંસાર તેને સુતર (સત્વર તરી શકાય તેવો) થાય છે અને મોક્ષ તો સત્વર આવીને તેના કરતલમાં આળોટે છે. ૧ જે ગૃહો ગંધદ્રવ્યથી, ૨ બહુ જ બહેકતા એવા સુગંધવાળા પપોથી, ૩ અખંડ અક્ષતથી, ૪ ધૂપ અને પદીપથી, વિવિધ નૈવેદ્યથી, ૭ અત્યંત મનોહર તથા પરિપકવ ફળેથી અને ૮ જળપૂર્ણ કળશથી ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓ સત્વર પરમપદ સંબંધી સુખને પામે છે. વળી ભગવંતની વસ્ત્રપૂજા કરવાથી વિશ્વવિભૂતિ, અત્યંત પવિત્ર એવા અલંકારની પૂજા કરવાથી અલંકારે, પુષ્પપૂજાથી પૂજ્યપદ, ગંધપૂજાથી સુગંધી શરીર, દીપપૂજાથી આવરણુરહિત જ્ઞાન અને રત્નાદિક દ્રવ્યવડે પૂજા કરવાથી અનુપમ ભેગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમાં તે આશ્ચર્ય જ શું છે ? કારણ કે ભગવંતની પૂજાથી પ્રાણીઓને શિવપદની પ્રાપ્તિ પણ સત્વર થાય છે. શ્રદ્ધાપૂર્વક પુખેથી
* ઉત્તમ અંગલુહણા મૂકવા તે જ વસ્ત્રપૂજા સમજવી.