________________
૧૦૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
કેવી વિષમ છે! પછી અનુક્રમે કુલટા સ્ત્રીની જેમ સપત્તિ પણ અલ્પ સમયમાં નષ્ટ થઈ ગઈ. ‘સૂર્ય અસ્ત થતાં શુ આકાશમાં કિરણેા લાંબે સમય રહી શકે ? ' કુળ, કળા, ખળ, લીલા, લાવણ્ય અને બહુમાન-એ નિરંતર જેને અનુસરે છે તે લક્ષ્મી જ આ જગતમાં એક દેવીતુલ્ય છે. પછી ક'ચિત્ પૂ પુણ્યને લીધે સ્વજનાથી પાલન કરાતા અને દુર્ગત હાવાથી કુલપુત્ર નામને ધારણ કરતા તે વૃદ્ધિ પામવા લાગ્યા. કહ્યુ છે કે :—
64
यस्य त्राता भवेद्धर्म-स्त्राता सर्वोपि तस्य हि । यस्य त्राता न हि धर्म - स्तस्य त्राता न कोपि हि
27
ધર્માં જેનું રક્ષણ કરનાર છે, તેનું સ જના રક્ષણ કરે છે અને ધર્મ જેની રક્ષા કરનાર નથી, તેની કોઈ પણ રક્ષા કરતુ નથી.' અનુક્રમે તે કુળપુત્ર યૌવન પામ્યા; પર`તુ કળા અને વિજ્ઞાનવાન્ થયા છતાં સપત્તિરહિત હાવાથી તે કાઈ પણ જગ્યાએ માન પામ્યા નહીં. અન્યદા ઉત્તમ પુરૂષો માનને જ ઈચ્છે છે' ઈત્યાદ્રિ વાકથનું અંતરમાં સ્મરણ કરીને પાપસ્થાનની જેમ તે પેાતાના સ્વજનાના
સ્થાનના ત્યાગ કરીને આ દિશાના કુબેર સ્વામી છે’ એમ અંતરમાં ધારીને ઉત્તર દિશા તરફ ચાલ્યા. અનુક્રમે સજ્જનેાથી મડિત એવા શાલિ નામના ગામે તે પહોંચ્યા. ત્યાં પુષ્પષ્માગમાં રહેતા આનંદ નામના માળીની સાથે તેને અતિશય મિત્રાઈ થઈ. પછી નિરંતર પુષ્પા એકઠા કરી આપીને તેમાંથી મળતા ચાથા ભાગવડે કઈક દ્રવ્ય