________________
તૃતીય પ્રસ્તાવ
૧૦૩
રચવામાં આવેલી ભગવંતની પૂજા, સુંદરશ્રેષિના પુત્રની જેમ આ ભવમાં પણ રાજ્યાદ્ધિને આપે છે તે દૃષ્ટાંત આ પ્રમાણે છે:
સુંદર શ્રેષ્ઠીના પુત્રની કથા ભરતક્ષેત્રમાં વસુધાના તિલક સમાન અને પરજનથી મનહર એવા “ધરણીતિલક” નામના નગરમાં ચંદ્રમાની જેમ કલાવાનું સદ્દવૃત્ત (સદાચારી અને ગોળાકાર), ધનવંત અને ધર્મવંત જનોમાં માન્ય તેમજ દાતાઓમાં મુગટ સમાન એ “સુંદર ” નામે શેઠ રહેતો હતો. તેને સર્વાગે સુંદર એવી “સુંદરી” નામે સ્ત્રી હતી. જે વિશુદ્ધ શીલરૂપ માણિયથી સુવર્ણાચલની ચૂલિકા સમાન હતી. પૂર્વ પુણ્યના પ્રભાવથી તે દયિતાની સાથે સુખસાગરમાં મગ્ન થયેલા તે શ્રેષ્ઠીએ બહુ કાળ આનંદમાં વ્યતીત કર્યો. ઘરમાં લક્ષમી, શરીરમાં કાંતિ, મનસ જનેની સબત અને અભંગ ભેગને સગ–એ પૂર્વ સુકૃતના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-“ભેજ્ય ભેજનશક્તિ, નરશક્તિ (પુરૂષાથ), શ્રેષ્ઠ સ્ત્રી, વિભવ અને દાનશક્તિ-એ વિશુદ્ધ તપનું ફળ છે.”
એકદા વસુંધરા જેમ સારા નિધાનને ધારણ કરે તેમ પ્રથમ કંઈક કિલષ્ટ કર્મવાળા અને પાછળથી મહા ઉદયવાળા એવા ગર્ભને સુંદરીએ ધારણ કર્યો. એટલે તે જીવ ગર્ભમાં આવતાં શૂળ રેગથી તેને પિતા મરણ પામ્ય અને જન્મ પામતાં તેની માતા મરણ પામી. અહે! કર્મની ગતિ