________________
તૃતીય પ્રસ્તાવ
:
૧૦૧
યુર ધારણ કરી રાખી છે એવા પુત્રને પ્રસવનારી સુઅરીને જ પુત્રવતી સમજવી.” - પછી રાજ્યકારભાર સંબંધી કેટલાક વિચાર કરીને સૂર્યસમાન તેજસ્વી અને પિતાના અનુજ બંધુથી વિરાજિત એવો વસ્તુપાળ મંત્રી પિતાના આવાસમાં આવ્યો અને પ્રયાણસામગ્રી તૈયાર કરવાને માટે પિતાના વિશ્વાસુ ક્ષત્રિએને ગોઠવીને શરીરશુદ્ધિ માટે વિધિપૂર્વક સ્નાન કરી, જાણે પિતાને યશ હોય તેવા ધૌત (નિર્મળ) વસ્ત્ર પહેરી સુસંવૃત થયેલા, ઉલ્લસિત ભક્તિવાળા અને રત્નાભરણથી ભૂષિત થયેલા એવા તે બંને મંત્રીશ્વરેએ પિતાના ઘર દેરાસરમાં જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી સેંકડો ક્ષત્રિય સહિત, ઈન્દ્ર અને ઉપેન્દ્રની જેમ વિકસિત પ્રભાભારથી ભાસુર, સદાચારમાં ધુરંધર અને અંતઃકરણમાં મુદિત થયેલા એવા તે મંત્રીઓએ પગે ચાલતાં નગરના અલંકાર સમાન મુખ્ય જિનચૈત્યે જઈને ઈંદ્રોને પૂજ્ય એવા ભગવંતના બિંબની વિધિપૂર્વક અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રિવિધ પૂજા કરી. પછી બીજા પણ સર્વ જિનચૈત્યમાં કપૂર તથા શ્રેષ્ઠ કેશરયુક્ત ચંદનદ્રવથી તેમજ સારા વર્ણવાળા અને પવિત્ર એવા ચંપક તથા કેતકી વિગેરે પુષ્પોથી ભગવંતની પૂજા કરીને તેમણે પોતાને જન્મ સફળ કર્યો. પછી વિશાળ લક્ષ્મીના સાગર એવા ભગવંતની સ્તુતિ કરી યથરછ દાનથી અથજનેને આનન્દ પમાડીને તેઓ ધર્મશાળામાં આવ્યા. ત્યાં તેમણે કલ્પવૃક્ષની જેમ વિશિષ્ટ