________________
તૃતીય પ્રસ્તાવ
૯૯ વસ્તુપાલ તથા શ્રીકાર અને પરિણત બુદ્ધિવાળા એવા તેજપાલ એ બંને મંત્રીઓથી પરિવૃત્ત એવા આ ચૌલુક્ય દેવ “જાવચંદ્રજવા વસુધાવલયને ધારણ કરે. હેવીરધવલાધીશ! દાનલીલાથી કળિકાળમાં પણ તમે સુજ્ઞ જનોને કણું રાજાનો સાક્ષાત્કાર કરાવ્યા છે. આ પ્રમાણે આશીર્વાદ આપી અથી જનેમાં અગ્રેસર એવા તે ભટ્ટ મહીનાથને કહ્યું કે-“હે રાજેદ્ર ! સમસ્ત રાજસમૂહને અંતઃપુરના સ્થાને બેસારી દેનાર એવા ગેધ્રાના રાજાએ કાજળ અને કાંચળી સહિત આ શાટિકા (સાડી) તમને ભેટ મોકલી છે. એટલે તે ભેટ જોઈને સભામાં બેઠેલા રાજાએ વિસ્મય પામ્યા અને અંતરમાં કેપ લાવતા છતા તેની મૂર્ખાઈ ઉપર હસવા લાગ્યા. પછી સમસ્ત સભાને સિમતસુધાથી સંસિક્ત કરતો એ ચૌલુક્ય ચંદ્રમા (રાજા) બે કે–પિતાના વંશના ઉચિત આચારને સાક્ષાત્કાર કરતા એવા તમારા રાજાએ આ ચોગ્ય ભેટ જ કરી છે. પછી રાજાની આજ્ઞાથી નિષ્કપટ એવા મંત્રીએ દાન અને માનવડે આનંદ પમાડીને તે ભટ્ટને વિસર્જન કર્યો. રાજાનું મિતભાષિત્વ અને સભાની ન્યાયસ્થિતિ જાણીને અંતરમાં ચમત્કાર પામેલા તે ભટ્ટે પણ તે વૃત્તાંત જઈને પિતાના સ્વામીને નિવેદન કર્યો.
હવે ભૂમિના ઉત્કટ પાપસમૂહરૂપ ઘૂઘુલને ઉરછેદ કરવા માટે જેના મનમાં કંઈક ચિંતા આવિભૂત થઈ છે એ અને બંને બાજુ ગુરૂ અને શુક્રથી વિરાજમાન ચંદ્રમાં જેમ પૂર્વાચલને અલંકૃત કરે તેમ બંને બાજુ બે મંત્રીઓથી