________________
.' તૃતીય પ્રસ્તાવ
૯૭ રાજમદના ઉન્માદથી જેમના મન વિવશ થઈ ગયા છે એવા આ નીચ દુરાચારી મંત્રીઓ જેમ તેમ બક્યા કરે છે તેમાં નવાઈ નથી. કહ્યું છે કે-“સૂર્યમંડલના તાપથી ગરમ થયેલ વાલુકા (રેતી)ની જેમ અન્ય પાસેથી લક્ષ્મી મેળવનાર નીચ જન બહુ તપતો જ રહે છે. હવે ખરેખર તેમની અધોદશા પાસે (નજીક) આવેલી હોય તેમ લાગે છે. કેમકે આવાં અનુચિત કર્મો કરવાથી નદીતટના વૃક્ષની જેમ તેઓ નિમૂળ જ થઈ જશે. કહ્યું છે કે –
औचित्यस्खलनं बुद्धे-विपर्यासो विरोधिता । 'महद्भिःसह सर्वस्व-विनाशे कारणत्रयम् ॥
જ્યારે સર્વસ્વનો વિનાશ થવાનો હોય, ત્યારે ઓચિત્યથી ખલના, બુદ્ધિને વિપર્યાસ તથા મહાપુરૂષ સાથે વિરોધ-આ ત્રણ કારણ ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે કહીને ઘૂઘલ રાજા વિરામ પામ્યા, એટલે ભટ્ટે તેને પુનઃ કહ્યું કે-“હે રાજન્ ! વણિકપુત્ર સમજીને તે મંત્રીઓની અવજ્ઞા ન કરો. વિસ્તૃત પ્રભાવાળા સૂર્ય ચંદ્રની જેમ સર્વ રાજાઓને સમાગ દર્શાવવાને માટે જ તેમણે અવની પર અવતાર લીધો છે. જે ગુણવંત અને પ્રભામય એવા મંત્રીરૂપ દીપક ન હોય તો દર્પોધ રાજાએ ન્યાયમાગે કેમ ચાલે? વળી હે રાજન ! ઉદયનને પુત્ર શ્રીમાન્ આગ્રદેવ કુમારપાલ રાજાને મંત્રી હતા અને તે વણિફ છતાં પરાક્રમી તેમજ સાહસિક હતું, કે જેણે રણભૂમિમાં ઉતરતાં