________________
*
૯૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
હે રાજન્ ! આંતર પ્રેમને ધારણ કરતા છતા આપના હિતને માટે મારા મુખથી આ પ્રમાણે કહેવરાવ્યુ છે કે–સવ રાજાઓમાં મણિની જેમ પેાતાના ગુણાથી તમે પ્રખ્યાત છે, છતાં ધમ અને અન્યાયને ધ્વસ્ત કરનાર એવું ધાર કર્મ શામાટે કરે છે ? માટે એવા અન્યાયના સત્વર ત્યાગ કરા અને ન્યાય-મામાં ચાલે; કારણ કે અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ આલાકમાં જ મળે છે-એમ શાસ્ત્રમાં શ્રુ છે. તથા શ્રયની વૃદ્ધિને માટે વિશ્વમાં પાવન એવી
વીરધવલ રાજાની આજ્ઞાને નિર ંતર શેષાની જેમ શિરપર ધારણ કરા, નહિ. તે। કૃતકૃત્ય થઈને પોતાના આત્માને ભીમસિહ, ચામુડ અને સાંગણુ વિગેરે રાજાઓની પક્તિમાં સ્થાપન કરશે.”
આ પ્રમાણેનાં તે ભટ્ટનાં વચન સાંભળીને ઘાર પરાક્રમી તથા કાપથી જેનું અંગ તપ્યમાન થઈ ગયું છે એવા ઘૂઘુલ રાજા માલ્યા કે–“અહા ! વિણક્ છતાં દુરાત્મા એવા તેમનું આ કેવું સાહસ છે કે અમને પણ દૂતના મુખથી આજ્ઞા માનવાનું ફરમાન કરે છે. ખરેખર ! તે પેાતાની પૂર્વાવસ્થા ભૂલી ગયા લાગે છે કે જેથી તેએ મારા જેવાની પણ તિરસ્કાર સાથે વિડબના કરવા તૈયાર થયા છે. કહ્યુ છે કે-નીચ વંશમાં ઉત્પન્ન થયેલ રાજા, પડિતમાની એવા મૂર્ખ પુત્ર અને તરતમાં ધનવાન બનેલા નિન એ ત્રણે જગતને તૃણુસમાન ગણે છે.' માટે હે ભટ્ટ ! તે અધમ સચિવાને આ મારા શબ્દોમાં તું જઈને કહેજે કે ભૃગે શું મૃત્રની આજ્ઞા શિરસાવદ્ય કરે ? કદી ન કરે;
પરંતુ
•