________________
તૃતીય પ્રસ્તાવ. હવે અવનીરૂપ સ્ત્રીના લલાટમાં શૃંગારતિલકસમાન અને રમણુક-સંપત્તિના એક ધામરૂપ એવું ગેધા (ગેધરા) નામે નગર છે. તટરૂપ પલંગ પર બેઠેલા (આવેલા) એવા તે નગરને મહેદ્રી (મહી) નદી એક કાંતાની જેમ મૃદુ અને શીતલ એવા પિતાના તરંગરૂપ બાહુથી આલિંગન આપી રહી છે. વળી “આ સ્થાને રણાંગણમાં પતિત થયેલા અનેક સુભટના શરીરે સ્વયમેવ અનેકશઃ શિવલિંગ બની ગયા છે.” ઈત્યાદિ આશ્ચર્યકારક અને વિચિત્ર શબ્દોમાં બેલાતી બિરૂદાવલી ત્યાં આવતા મુસાફર લોકેના મનને બહુ જ આનંદ પમાડે છે. વળી માલવદેશ તરફ જતા ગુજર ભૂમિના મુસાફરોને તે નગર શ્રમનિવારક એવું વિશ્રામસ્થાન છે. ત્યાં ધર્મની મર્યાદાને લોપ કરનાર, મહાતેજસ્વી, ગર્વના એક પર્વતપ અને કૂર કમ કરનાર, એ ઘૂલ નામે માંડલિક રાજા હતા. તે વિશ્વાસઘાતી, લાંચ લેવારુપ પાપ કાર્યમાં તત્પર, ભયંકર આકૃતિવાળા અને વાણિજનેના સાથને લુંટનારો હતો. સત્પદ-ન્યાસમાં નિષ્ટ એવા કવિની મનોવૃત્તિની જેમ તેની મને વૃત્તિ નિરંતર પરાર્થ (પરધન) લેવામાં તત્પર હતી. એના પૂર્વજે તે સર્વે આનંદને વશ થઈ શેષાની જેમ સમસ્ત સુખને ઉદય કરવાવાળી ચૌલુક્ય રાજાની આજ્ઞાને શિરપર ધારણ કરતા હતા, પણ અન્યાયમાં અગ્રેસર એવો તે દુઃશાસનની જેમ વીરધવલ રાજાની આજ્ઞા માન્ય કરતો ન હતે..