________________
તૃતીય પ્રસ્તાવ
૯૫ ; એક દિવસ રાજાના હુકમથી મંત્રીઓએ તેની પાસે સ્પષ્ટ બોલનાર એવા રેવંત નામના ભટ્ટને સંદેશે કહેવા મેકલ્યો. એટલે બોલવામાં ચાલાક એવા તેણે વેગથી તેની રાજધાનીમાં જઈને ઘૂઘુલ રાજાને આશીર્વાદ આપતાં કહ્યું કે-“જેને પ્રચંડ મહિમા છે, જે સાક્ષાત્ વીરરસ જે દેખાય છે, જે રાજાઓમાં મહાન છે તથા જયલક્ષમીએ જેને પિતાની ઉત્તુંગ ભુજાથી આલિંગન કરેલ છે એ ગધ્રાધિપ ઘૂઘુલ રાજા જયવંત વન્ત, કે જે રાજા ગુજરપતિ અને માલવપતિ એ બંનેના અંતરરૂપ ગુફામાં ગર્વિષ્ઠ થયેલા શત્રુરૂપ હાથીઓને પાડવામાં સમર્થ એવા પંચાનન (સિંહ)ની જેમ ગર્જના કરી રહ્યો છે.” આ પ્રમાણે આશીર્વાદ આપીને રાજાએ દર્શાવેલ યાચિત આસન પર બેસી તેણે મંત્રીશ્વરને સંદેશે નિવેદન કર્યો કે-“હે રાજન્ ! સમસ્ત રાજાઓથી સેવ્યમાન એ ગુર્જરપતિ શ્રી વીરધવલ રાજા સર્વોપરિ સત્તાને ધારણ કરી રહ્યો છે. સત્યભામા સહિત પુરૂષતમની જેમ લીલાપૂર્વક બલિબંધન કરતાં જે શ્રીમાન્ યશ અને દયાથી પ્રજાને આનંદ આપે છે, રણભૂમિમાં બાણવૃષ્ટિથી શત્રુઓને સત્વર દીર્ઘ નિદ્રા (મરણ) આપીને જે જ્યસંપત્તિથી સમૃદ્ધિયુક્ત પિતાના જીવિતવ્યને ધારણ કરે છે, વળી કૃષ્ણને જેમ ઉદ્ધવ મંત્રી હતા તેમ જેને પિતાની કુરાયમાન પ્રજ્ઞાન વૈભવથી જગતમાં અદ્દભુત એવો વસ્તુપાલ નામે મંત્રીશ્વર છે, તથા બૃહસ્પતિ પણ જેની પાસેથી બુદ્ધિ મેળવવાને ઈર છે એ અને જગતને જીતનાર એવો તેજપાલ નામે મંત્રી તેને અનુજ બંધુ છે તેમણે