________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
રાજશ્રેણિમાં શ્રેષ્ઠ એવા મલ્લિકાર્જુન રાજાનેા જય કરીને તેનુ' સર્વીસ્વ લઈ લીધું.” આ પ્રમાણે સાંભળીને ઘૂઘુલ પણ કાપથી રક્ત મુખ કરતા ખેલ્યા કે–“મારી વિજયી ભુજાએ તે વિષ્ણુકા સાથે યુદ્ધ કરતાં લજજા પામે છે. હું ભટ્ટ ! તું કહે તેા ખરા કે-રણભૂમિમાં આ મારા બાહુદંડના ઉત્સાહ રસને કાણ પૂરશે ? અથવા તેા મારૂ ખડ્ગાખડ્ગી વિગેરે કળાનુ કૌશલ્ય કોઈ જાણતુ જ નથી. જો કે પ્રૌઢ રાજેદ્રોના નિખિડ યુદ્ધારભના અત્યંત રસિયા એવા આ મારા બાહુદંડ, તે વર્ણિપુત્રાના વિજય કરવાના ઉત્સાહ કરતાં લજ્જા પામે છે, તથાપિ તું જઈ ને તે દુરાશયાને અહી' માકલ; કારણ કે યુદ્ધમાં સતુભુજામળ પ્રગટ થશે.” આ પ્રમાણે કહી સુવર્ણ દાનથી તેને સતાષ પમાડીને ઘૂઘુલ રાજાએ તેને વીદાય કર્યાં. તેણે જઇને મત્રીઓને બધું નિવેદન કર્યું".
૯૮
આગ્રહી એવા ઘૂઘુલ રાજાએ તે ભાટની પાછળજ એક શ્રદેવ નામના ભટ્ટને વીરધવલ રાજા પાસે મેાકલ્યા. તેણે આવીને અનેક રાજાઓએ જેની આજ્ઞા પેાતાના શિરપર ધારણ કરેલ છે, અને મત્રીઓથી જેના પાશ્ર્વભાગ વિરાજમાન છે, તથા જે ચૌલુકય વંશમાં મુક્તામણિસમાન છે એવા મહા પરાક્રમી વીરધવલ રાજાને જોઈ ને વિસ્મય અને આનંદમાં મગ્ન થઈ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા કે–સમસ્ત કળાકૌશલ્યને ઉલ્લાસ પમાડતી એવી જેતલદેવી યુક્ત અને પૃથ્વીભરમાં નિષ્કંટક રાજ્યને ચલાવતા એવા