________________
૧૦૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શોભાયમાન એ ચૌલુક્ય રાજા સિંહાસન પર આવીને વિરાજમાન થયો, એટલે તારાઓના જેવા તેજસ્વી, સદાચારી અને જેમનું પરાક્રમ સર્વતઃ વિસ્તૃત છે એવા સેંકડો રાજકુમારે ત્યાં હાજર થયા. તે વખતે ચકોરની જેમ સસ્પૃહ તથા વિવિધ દેશથી આવેલા એવા પ્રૌઢ કવિવરે જેના ગુણ ગાઈ રહ્યા છે અને મહાપંડિતે, ભુજશાળી એવા મુંજ, વિકમ અને ભેજ વિગેરે રાજાઓના અદભુત દાનની લીલા જેને સંભળાવી રહ્યા છે એવા વીરધવલ રાજાએ તે સર્વેના દેખતાં કહ્યું કે-ધ્રાધિપતિ સાથે યુદ્ધ કરવાને કણ બીડું લેવા તૈયાર છે?” આ પ્રમાણે બહુ વખત કહ્યા છતાં જ્યારે કેઈ રાજાએ તે ગ્રહણ ન કર્યું, અને અધિક લજજા થવાથી સર્વેએ પિતાના મુખકમળને નીચા નમાવી દીધાં, એટલે શત્રુઓને કંપાયમાન કરનાર અને ભુજબળથી ઉદ્ધત એવા તેજપાલે પોતાના વડિલ બંધુની અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. આથી તેના પર પંચાંગ પ્રસાદ કરી અધિક પ્રસન્ન થયેલા વીરધવલ રાજાએ પિતાની સભામાં આ પ્રમાણે કહ્યું કે કોઈ સુઅરી એવા પુત્રને જન્મ આપે છે કે જેઓ કમળને ઉખેડી નાખે છે અને દર્ભથી આચ્છાદિત ભૂમિને વિષમ કરી દે છે, વળી કઈ સુઅરી એવા પુત્રને ઉત્પન્ન કરે છે કેજેઓ નિર્મળ જળને પંકિલ કરી મૂકે છે, તેવી માતાઓને પુત્રવતી ન સમજવી. પણ જેના પુત્રે પ્રલયકાળના સમુદ્રના ઉછળતા તરંગજળથી ભીંજાતી એવી પૃથ્વીને પોતાની દાઢા * ભુંડણી.