________________
હર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમસ્ત જનોને સંતોષ પમાડીને તેણે પાપને દૂર કરનાર એવા શ્રીસંઘની માનપૂર્વક સેવા બજાવી. પછી દેવપૂજાના નિમિત્તે પૂજારીને એક ગામ આપી, ન્યાયપૂર્વક સર્વત્ર ધર્મસામ્રાજ્ય સ્થાપન કરી શરૂઆતમાં કટુ છતાં પ્રાંતે ગુણકારી એવી રોગી જનેના ઔષધની જેમ અન્યાય કરનાર જનોને દંડથી પ્રચંડ સખ્તાઈ દેખાડી, પિતાના વીરધવલ સ્વામીની આજ્ઞાને પુષ્પમાળની જેમ મારવાડના સર્વ રાજાઓના શિરપર માનપૂર્વક સ્થાપના કરી. પછી પિતાનું સર્વસ્વ ભેટ ધરીને વસુધાપર આળોટતા તે તે દેશના રાજાઓથી નિરંતર સેવ્યમાન એવા મંત્રીશ્વરે સત્યપુરથી પાછા આવીને કકરાનગરમાં પ્રૌઢ ભેટ ધરી શ્રીવીધવલ રાજાને પ્રણામ કર્યા. પછી દરેક ગામમાં સ્વપ્રજાને માન આપી આનંદ પમાડતે તે રાજા મંત્રી સહિત પિોતાની રાજધાનીમાં આવ્યો. - પછી દાન અને ભેદાદિ ઉપાયવડે સામંતપાલ વિગેરે વીરેને ભીમસિંહથી અલગ કરી તેમને પિતાના સેવક બનાવીને વિષ્ણુ સમાન પરાક્રમી એવા મંત્રીશ્વરે, પ્રાપ્ત થયેલ વિશેષ પ્રબળવડે ચૌલુક્ય રાજાને અપરાધ કરનાર એવા દુષ્ટ ભીમસિંહને નદીના કિનારા પર રહેલા વૃક્ષની જેમ મૂળથી ઉછેદ કરી નાખ્યો અને સર્વત્ર અખ્ખલિતપણે વીરધવલ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. અહ! શ્રીવીરધવલ રાજાએ તે પૂર્વે નરસિંહને જીત્યો હતે પણ વસ્તુપાળે તે અત્યંત દુસ્સહ એવા રાજસિંહને જીતી લીધા. ભદ્રેશ્વરના રાજા સાથે સંગ્રામ કરવાથી મંત્રીને