________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાના ધર્મબંધુઓને ઋણમુક્ત કર્યો તેમનું દેવું પડે ચુકાવી આપ્યું); કારણ કે વિવેકી જ સર્વ પ્રકારના પુણ્યને માટે યત્ન કરતા રહે છે.
પછી ત્યાંના સંઘસહિત જેના પાપ શાંત થયા છે એ વસ્તુપાલ મંત્રી સત્યપુર નામના મહા તીર્થમાં આવ્યા અને સુજ્ઞ એવો તે પ્રાસાદના દર્શનથી પ્રાપ્ત થયેલ આનંદને સંવિભાગ આપવાને યાચકને યથારુચિ વિવિધ દાન આપવા લાગ્યું. અંતરમાં નિર્દોષ આનંદ પામનાર, વિવેકી તથા શ્રી લલિતાદેવીને પતિ એવા વસ્તુપાલ મંત્રીએ સત્યપુરમાં પ્રથમ જિનભવનના દર્શન કરતાં અથજનને દશ લાખ દ્રવ્યનું લીલાપૂર્વક દાન કર્યું તથા જિનમતને ઉલ્લાસ પમાડવામાં એક બૃહસ્પતિ સમાન એવા તેણે કરછ દેશના રાજાએ ભેટ કરેલા અને ભારે તેજસ્વી એવા એકસે અ દાનમાં આપી દીધા. પછી સૂર્ય સમાન તેજસ્વી એવા તે મંત્રીએ અતિશય ઉત્સવની તૈયારી સાથે ભક્તિના ભારથી જાણે નમી જતો હોય તેમ નમસ્કાર કરતાં તે પ્રાસાદમાં પ્રવેશ કર્યો અને ત્રણ પ્રદક્ષિણા તથા પંચાંગ પ્રણામ કરીને શ્રીફળ પ્રમુખ વિવિધ ફળે ધર્યા તથા પુષ્પોની માળાઓ ચારે બાજુ લટકાવી દીધી. એવી રીતે અહંપૂર્વિકામાં વ્યગ્ર એવા સમસ્ત શ્રાવકે સાથે તેણે સર્વ પાપને નષ્ટ કરનાર એવી ભગવંતની અગ્રપૂજા કરી. પછી પોતે સ્નાન કરી પ્રભુને મંગલસ્નાન કરાવી
* હું પહેલે-હું પહેલે.