________________
૮૮
શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર નિર્વાણ પછી સિત્તેર વર્ષ જતાં માઘ મહિનાની શુક્લ પંચમી અને ગુરુવારના દિવસે બ્રહ્મમુહૂર્તમાં આચાર્યના ગુણયુક્ત એવા શ્રીરત્નાચાયે સર્વે સંઘની અનુમતિથી સેંકડે ભનો નાશ કરનાર એવા શ્રીમાન વીર ભગવંતના બિંબની આ પ્રતિષ્ઠા કરી છે.” એ શ્રી વીર પરમાત્માના બિંબને નમસ્કાર કરતાં સત્ય અને શીલયુક્ત મનુષ્ય અહીં એક રાત્રિ રહેવાથી પણ ઘણા પાપોનો નાશ કરી શકે છે. વળી વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રમાનો યુગ થતાં વિશાખ મહિનાની પૂર્ણિમાને દિવસે શ્રીવીરના સુવર્ણ બિંબને નિર્મળ જળથી અભિષેક કરીને ન્યાયપાર્જિત વિત્તથી લીધેલા પુષ્પાદિકથી જે દ્વિવિધ ભક્તિપૂર્વક એ પ્રભુની પૂજા કરે છે, તે આગામી ભવમાં ચકવતી થાય છે. “અહો ! એ પરમ તીર્થને હું કયારે વંદન કરીશ? અવસર પ્રાપ્ત થયા છતાં જે ધમને આદર ન કરે-તે શું વિવેકી ગણાય? જુઓ તક્ષશિલાને સ્વામી બાહુબલિ પ્રમાદી રહેવાથી જિનદર્શનના આનંદરૂપ અમૃતરસને મેળવી ન શ.” આ પ્રમાણે પિતાના અંતરમાં વિચાર કરીને રાજ્યકાર્યમાં પિતાના લઘુ બંધુને નીમીને પિતાના સર્વ કુટુંબ સહિત વસ્તુપાલ મંત્રીશ્વર સમૃદ્ધિવાન્ અનેક શ્રાવકે સાથે - સત્યપુર તરફ તીર્થયાત્રા માટે નીકળે. માર્ગમાં પોતાની લક્ષ્મીને તે સુપાત્રમાં વાપરવા લાગે. જ્યાં ન હોય ત્યાં નવાં ચૈત્ય કરાવ્યા અને અનેક જીર્ણ ચેત્યાનો ઉદ્ધાર કરાવ્યું. એ પ્રમાણે શુભ પ્રવૃત્તિ કરતા દીન તથા અનાથ જનોને યથોચિત દાન આપીને પ્રસન્ન કરતે, શિષ્યને