________________
દ્વિતીય પ્રસ્તાવ
કરાબ્યા અને તેની અંદર બિંખપ્રતિષ્ઠા કરતી વખતે તેણે તેમની સામે રાજાની અને પેાતાની ધાતુમય મૂત્તિ સ્થાપન કરી. પછી ભીમપલ્લીમાં મત્રીશ્વરે આત્મકલ્યાણના નિમિત્તે પાર્શ્વનાથ ભગવંતનું સુવર્ણ કુંભયુક્ત એક ઉન્નત મદિર કરાવ્યું તથા રાણકેશ્વરને પ્રસન્ન કરવા માટે તેણે શંકર અને પાવ તીયુક્ત એક રાણુકેશ્વર નામનું મદિર પણ કરાવ્યું. પછી આદિત્યપાટકમાં તથા ઝેરડકપુરમાં શુદ્ધ ધાતુના મિંખથી મનોહર એવા પૃથક્પૃથક્ ચૈત્યા કરાવ્યા અને વાયડ ગામમાં સાત લાખ ધન ખરચીને જગદ્ગુરૂ શ્રી વીર પરમાત્માના જીણું ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યેા. પછી સૂર્યપુરમાં સૂર્યના મદિરના ઉદ્ધાર કરાવીને વેદપાઠના નિમિત્તે એક નવી બ્રહ્મશાળા કરાવી; તેમજ તે નગરમાં તેણે એક વિદ્યાથી ઓને ભાજન માટે તથા એક સાજનિક એમ એ નવી દાનશાળાઓ કરાવી.
८७
મારવાડની ભૂમિના પ્રાણીઓને પવિત્ર કરનાર અને શાસ્ત્રમાં પરમ તી તરીકે પ્રખ્યાત એવુ સત્યપુર (સાચાર) નામે નગર છે. જ્યાં પૂર્વ ત્રિભુવનના સમસ્ત જનાથી નમસ્કાર કરાયેલા એવા શ્રી ચંદ્રપ્રભ ભગવંત વિહાર કરતાં પાંચ રાત્રિ રહ્યા હતા. વળી વસુધાને પાવન કરતા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુ પણ ત્યાં સમવસર્યાં હતા, તેથી એ તી કહેવાય છે. તેમજ વીરભગવંતના નિર્વાણ પછી સિત્તેર વષે શ્રીમાન્ નાડ રાજાએ ત્યાં સુવણુ મય ખિંખયુક્ત ચૈત્ય કરાવ્યું હતું. કહ્યુ` છે કે-ચરમ જિનેશ્વરના