________________
દ્વિતીય પ્રસ્તાવ "नयेन नेता विनयेन शिष्यः, शीलेन नारी प्रशमेन लिंगी। प्रौढावदातेन भटः प्रचंडो, धर्मेण जंतुश्च सदा विभाति" ॥१॥
“યાયથી રાજા, વિનપથી શિષ્ય, શીલથી સ્ત્રી, પ્રશમથી યતિ, પ્રૌઢ ચરિત્રથી પ્રચંડ સુભટ અને ધર્મથી પ્રાણી સદા શોભાને પામે છે. એ પ્રમાણે ભીમસિંહ રાજાના સૈન્યમાં વાર્તારૂપ સુધાસ્વાદનો અનુભવ કરતા રાજાઓએ ત્રિયામાં (રાત્રિ)ને એક ક્ષણની જેમ વ્યતીત કરી.
હવે અહીં રાત્રે કાંઈક પ્રતીકાર કરવાથી અત્યંત સાહસિક એવો ગુર્જરપતિ સજજ થઈ ગયું અને પ્રભાતે તે આનંદથી છૂત રમવા લાગે. ચૌલુક્ય રાજાનું આવું વિચિત્ર ચેષ્ટિત જાણીને ભીમસિંહ રાજાને તેના મંત્રીઓએ વિજ્ઞપ્તિ કરી કે હે રાજન! સપ્તાંગ રાજ્યથી અને વિશેષે કરીને મંત્રીના બળથી સમૃદ્ધ હેવાવડે વીરધવલ રાજા દેવાદેશની જેમ બહુ મજબૂત છે. વળી ઈંદ્ર સમાન સંપત્તિવાળા એ રાજાની સાથે વિરોધ કરતાં પરિણામે કંઈને મધુર ફળ મળ્યું નથી. કહ્યું છે કે - " अनुचितकार्यारंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युद्वाराणि चत्वारि" ॥१॥
“અનુચિત કાર્યને પ્રારંભ, સ્વજનોની સાથે વિરોધ, બલવંતની સાથે સ્પર્ધા અને સ્ત્રી જનનો વિશ્વાસ એ ચાર મૃત્યુનાં દ્વાર છે. વળી પારકા ઘરના સુભેજનની જેમ આગંતુક જનના બળને પામીને સજજને એ લોકમાં નિંદ