________________
૮૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
નીય એવા અહંકાર કરવા યુક્ત નથી. માટે હે દેવ ! હવે એની સાથે સ`ધિ (સલાહ) કરી. આ બાબતના સંબંધમાં તમે પોતેજ યાગ્યાયેાગ્યના ખરાખર વિચાર કરી જુઓ.” આ પ્રમાણેનાં પેાતાનાં મ.ત્રીઓનાં વચનાથી ભીમસિંહ રાજાએ સંધિ કરવી કબૂલ કરી; કારણકે હિતેાપદેશરૂપ અમૃત પ્રાપ્ત થતાં તેના કાણુ ત્યાગ કરે? છતાં તેણે ભયકર સંગ્રામનો આડંબર તા કર્યાં. અહા ! રાજાએ કઈ કરવાને ઇચ્છે છે અને કંઈ કરે છે, પછી ઉત્કટ સુભટો જેવા અન્યાન્ય યુદ્ધ કરવા ધસ્યા, તેવીજ તે સુભટો સહિત રાજાએ પરસ્પર આનકારક એવી સંધિ કરી દીધી. એટલે પેલા બહાદુર વીરાએ વીરધવલ રાજાના વાહનરૂપ ઉપરવટ અશ્વરન વીરધવલ રાજાને પાછે અર્પણ કર્યા, અને વસ્તુપાલ મંત્રીએ આવા પ્રકારની ચાક્કસ વ્યવસ્થા કરી કે–શુદ્ધ ગાચરી કરનાર સાધુની જેમ ભીમસિહ રાજાએ પેાતાના ભદ્રેશ્વર નગરથીજ સતાષ માની લેવા તથા પેાતાની બિરૂદાવાળી કયાંય પણ એલાવવી નહિ.’
આ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી પેાતાના પરિવારસહિત વીરધવલ રાજા આગળ ચાલતાં સ્વર્ગ સમાન સપત્તિવાળી કરા (કાકર કે જે પાટણથી પદ્મર ગાઉ દૂર છે.) નગરીમાં આવ્યા. ત્યાં મત્રીના કહેવા પ્રમાણે તે કેટલાક દિવસ રહ્યો અને પેાતાના દેશની સીમાને લુંટનારા ચારોને પકડીને દંડપાત્ર કર્યા. પછી કલિયુગને ત્રાસ પમાડનાર તે મ`ત્રીશ્વરે ત્યાં શ્રીમાન આદિપ્રભુનો પ્રાસાદ