________________
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સેના સહિત ચિંતાતુરપણે સત્વર પિતાને સ્થાને આવ્યા.
જય મેળવનાર ભીમસિંહ રાજા પણ પ્રમાદથી દ્વિગુણ પ્રભાવાળા એવા સામતપાલ વિગેરેની સાથે પોતાના આવાસમાં આવ્યું. પછી રાત્રે ભીમસિંહના સુભટો પર સ્પર વિવાદ કરવા લાગ્યા કે- વીરધવલ રાજાને અમે જમીન પર પાડ્યો. એટલે મારવાડના તે બહાદુર સુભટો બેલ્યા કે-જે વીરધવલને તમે પાડ્યો હોય તે તેની કંઈક નિશાની બતાવે કે જેથી વિવાદ દૂર થાય.” એવી રીતે સુભટને જય સંબંધી વાદ અણી પર આવ્યું, ત્યારે તે બહાદુર ક્ષત્રિએ વીરધવલ રાજાને અધરત્ન લાવીને ભીમસિંહ રાજાને બતાવ્યું, એટલે ઉશ્રવા સમાન આકારવાળા, સુવર્ણના પાખરથી સુશોભિત, લગામથી મને જ્ઞા મુખવાળા, રત્નમાળાથી વિભૂષિત, સારાં લક્ષણથી લક્ષિત તથા ચૌલુક્ય નરેન્દ્રને જાણે બીજે તેજરાશિ હેય એવા તે ઉપરવટ નામના અશ્વરત્નને જોઈને યુવતિનું મુખ જોતાં જેમ કામી પુરુષ મેહ પામી જાય તેમ ભદ્રેશ્વર ભૂપ અત્યંત સંતુષ્ટ થયો અને વચનના મિષથી જાણે સુધાસિંચન કરતા હોય તેમ બે કે “સુપાત્રને આપેલા દાનની જેમ ઉભય પક્ષ જેમના વિશુદ્ધ છે એવા આ રાજપુત્રોના નિમિત્તે વ્યય કરેલ લક્ષ્મી અનેક પ્રકારે ફલિત થઈ છે.” પછી ભીમસિહ રાજાએ સર્વત્ર ઉદ્યષણ કરાવી કે-“મારવાડના ત્રણ વીરેએ આજે વિજય મેળવ્યો છે અને તેની નિશાની તરીકે વીરધવલ રાજાને ખાસ અશ્વ તેઓ અહીં લઈ આવ્યા છે. કહ્યું છે કે –