________________
૮૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ઘોર અંધકાર સદેશ પ્રસરતી રજથી દિગંગનાઓએ પિતાનાં મુખ આચ્છાદન કરી દીધાં, એવામાં સૂર્ય ગગનના મધ્ય ભાગમાં આવતાં સેંકડો દ્ધાઓ શસ્ત્રોથી ઘાયલ થઈને જમીન પર આળોટવા લાગ્યા, એટલે ભૂમંડળની જેમ પિતાના સૈન્યને વિછાય (નિસ્તેજ) જેઈને સુભટને શૌર્ય ચઢાવતે વીરધવલ રાજા સાવધાન થઈ ગયો, એટલે બાણના વરસાદથી દુર્દિનને દર્શાવતા મંત્રી વિગેરે દક્ષ અને બહાદુર સુભટે પણ પોતાના સ્વામીની રક્ષાને માટે અધિક સાવધાન થઈ ગયા.
એ અવસરે અન્ય સુભટને તિરસ્કાર કરીને બળથી ઉત્કટ અને જેમના હાથમાં ભાલાં રહી ગયાં છે એવા તે ભૈરવ સમાન ત્રણ મહાવીરે એ વીરધવલ રાજાની નજીકમાં આવીને કહ્યું કે-“હે દેવ! અમે તમારી પાસે આવ્યા છીએ, માટે હવે સાવધાન રહેજે અને હે વીરશેખર! તમે ગમે તે પ્રકારે તમારે બચાવ કરવા તત્પર રહેજો, તેમજ ધનથી સંઘરેલા વૈદ્ધાઓ પણ હવે તમારું રક્ષણ કરવા તૈયાર થઈ જજે” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને વિરધવલ રાજા બે કે- અત્યારે શબ્દમાત્રથી વૃથા અડાઈ મારવાવડે શું? કારણ કે મહાજને પોતાનું બાહુબળ કિયાથીજ પ્રકાશિત કરે છે. પછી કોધાંધ થયેલા એવા તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને પ્રહારથી ઘાયલ થયેલા જેહુલ વિગેરે જમીન પર પડ્યા. કહ્યું છે કે- તીર્ણ શસ્ત્રોથી તો શું, પણ પુષ્પોથી યુદ્ધ કરવાનો પણ નિષેધ