________________
શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર પ્રભાતે હું પણ રણભૂમિમાં આવું છું, ત્યાં સર્વેનું બાહુબળ જોવામાં આવી જશે. આ પ્રમાણેનો મારો સંદેશે. પણ તેમને તું કહેજે.” એટલે તેણે પણ ત્યાં જઈને રાજાને સંદેશે તેમને કહી સંભળાવ્યો, એટલે બંને રાજાના આદેશથી બંને સિન્યમાં ક્ષત્રિએ રણકર્મની બધી સામગ્રી એક રાતભરમાં તૈયાર કરી લીધી.
પછી જગત્કર્મના સાક્ષીરૂપ સૂર્ય ઉદય પામ્ય એટલે બંને સૈન્યમાં એક સરખી રીતે રણુદુંદુભિ વાગ્યાં. તે સાંભળતાં ભુજામાં ચળવળ ઉત્પન્ન થવાથી પ્રચંડ બનેલા બહાદુર સુભટે યુદ્ધમાં ઉતરવા માટે બખ્તર પહેરીને તૈયાર થઈ ગયા. એ વખતે પ્રાતઃકર્મ કરી સર્વ વિદનેની શાંતિને અર્થે યાચકોને દાન આપતા, પ્રલયકાળના સૂર્ય જે અપેક્ષ્ય, લાખે સુભટથી પરવારેલે અને ચારે બાજુ જેના ગુણગ્રામ ગવાઈ રહ્યા છે એ વીરધવલ રાજા રણભૂમિમાં આવ્યો, એટલે મહાતેજસ્વી અને હાથમાં વિવિધ શસ્ત્રોને ધારણ કરનાર એવા જેહુલ પ્રમુખ વીર પુરૂષે અશ્વ પર આરૂઢ થઈને રાજાની ચારે બાજુ ઉભા રહ્યા. તે જ વખતે પ્રાતઃકૃત્ય-પૂજનાદિક કરીને સુવર્ણના બખ્તરને ધારણ કરનાર અને આયુધઐણિને વહન કરનાર એવા બંને મંત્રીશ્વર જાત્યઅશ્વ પર બેસીને સત્વર રણભૂમિમાં પ્રાપ્ત થયેલા ચૌલુક્ય વંશના ચંદ્ર સમાન રાજાની બંને બાજુ સ્થિર થઈને ઉભા રહ્યા.
એ અવસરે ભીમ સમાન ભયંકર અને સમસ્ત બહાદુરેમાં અગ્ર પદ ધરાવનાર એ ભીમસિંહ રાજા પણ