________________
દ્વિતીય પ્રસ્તાવ
મૂ તિ હોય એવા અશ્વરાજના બંને પુત્રોથી સુશોભિત,
વેત છત્ર અને બે ચામરથી વિરાજિત અને સંગ્રામોત્સવના કૌતુકી એવા ચૌલુક્યવંશી વિરધવલ રાજાએ પ્રયાણ કર્યું. અનુક્રમે રસ્તામાં મદદ કરવાને માટે સાથે મળતા અનેક ગામના સ્વામીઓથી પર છત તે પંચગ્રામ નામના નગર પાસે આવ્યા. એવામાં ચહુઆણુ વંશના વીર સુભટથી ઉત્કટ અને વાજિંત્રોના નાદથી નાગેન્દ્રને નિદ્રા મુક્ત કરતે ભીમસિંહ રાજા પણ ત્યાં આવી પહોંચ્યા.
પછી બંને પક્ષવાળાઓએ ત્રણ દિવસ વિસામો લઈને સંગ્રામની સર્વ તૈયારી કરી લીધી, કારણ કે રાજાઓનું દીર્ઘદશીપણું ભવિષ્યમાં હિતકારક નીવડે છે. ત્યાં આનંદ, પામેલા બહાદુર સુભટો વિદ્ગોની શાંતિને નિમિત્ત દીન, અનાથ અને બ્રાહ્મણને દાન આપવા લાગ્યા, વૃષભના જેવા સ્કંધવાળા રાજકુમારો શસ્ત્રોની અધિષ્ઠાયિકા દેવીઓની વિવિધ પ્રકારની પૂજાના ઉત્સવ સાથે સિંહનાદ કરવા લાગ્યા રસના પાત્રરૂપ નાયિકાઓ ચારે બાજુ નૃત્ય કરવા લાગી, પંડિત જને વીર રસને લગતા પ્રબંધો નિવેદન કરવા લાગ્યા. ભાટજનના આશીર્વાદ સાથે નિશાન પ્રમુખ વાજિંત્રોને પ્રતિધ્વનિ પૃથ્વીને પૂરવા લાગે, રણરંગ ઉડાવવાની સુભટેની ઉત્કંઠા વચનમાં ન આવી શકે તેવી જણાવા લાગી, કેમકે અલ્પ સમયમાં થનાર યુદ્ધ-એ બહાદુર સુભટને ખરેખર એક મહોત્સવરૂપ લાગે છે.
એવા અવસરે ચરપુરૂષોના મુખથી શત્રુસેનારૂપ સરિ