________________
મિત્રના બી ૨૧ માલ છે શા છે કે
પ૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાની સેના સહિત અહીં તમારા નગરની પાસે આવેલ' છે. તે અભંગનું ભંજન કરવામાં સમર્થ છે અને દુષ્ટ રાજાઓને દંડ આપનાર છે. તે અહીં આવતાં પિતાના મનની પ્રસન્નતાને માટે તમારી પાસેથી પ્રૌઢ ભેટ લેવા ઈરછે છે.
આ પ્રમાણેનાં તે ભાટનાં વચન સાંભળતાં ભ્રકુટિથી પિતાનું મુખ વિકરાળ કરી કુર્વાલ (દાઢીવાળા)ના કુખમાં સિંહ સમાન એ સાંગણુ રાજા બે કે-“અહે ! એક વણિક માત્રના બળથી મદોન્મત્ત થયેલ અને મર્યાદાથી ભ્રષ્ટ થયેલ એ તમારો રાજા પ્રમાદી યતિની જેમ અધમ જનને ઉચિત એવું આ શું બોલે છે? નિર્બળ જનને દંડતાં લાગેલ પાપથી જેને આત્મા લેપાઈ ગયા છે એવા તમારા રાજાને આ ખગરૂપ ગુરૂ પ્રાયશ્ચિત્ત આપશે. એ અમારો સંબંધી હોવાથી આટલા દિવસ અમે એની ઉપેક્ષા કરી છે, પણ હવે અત્યારે તે પોતાના મંત્રીરૂપ કીડાથી ઉત્સુક થઈને અહીં આવ્યો છે તો તું જઈને એને કહે કે-યુદ્ધ કરવાને સત્વર તૈયાર થાઓ. નહિ તો મારા નગરથી તરતજ દૂર ચાલ્યા જાઓ. હે ભાટ ! આ પ્રમાણેનાં વચને તારા સ્વામીને જઈને કહે.” પછી ઘણું દાનવડે તે ભાટને આનંદ પમાડીને તેણે તેને વિસર્જન કર્યો અને પિતે યુદ્ધની સામગ્રી તૈયાર કરવા લાગ્યો.
ભાટે પાછા આવીને સાંગણરાજની કીર્તિને પ્રગટ કરવાપૂર્વક તેનાં કહેલાં વચને મંત્રી સહિત રાજાને કહી.