________________
૭૨.
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
66
થાય છે એ કાઈ રીતે યાગ્ય નથી.” આ સુવાકયને અંતરમાં યાદ કરીને ન્યાયધર્મમાં નિષ્ઠ એવા તેઓએ પેાતાના બંધુના વધ કરવારૂપ પાપને આચરવા કઢિ પણ ઈચ્છયુ નહીં, પરંતુ પ્રજ્ઞા, તેજ અને બળથી ભ્રાતૃત્વ સમાન છતાં રાજસેવક થઈ ને રહેવું એ મનસ્વી જનાને દુસ્સહ છે. અધમ જનોને આજીવિકા તૂટી જવાના ભય હાય છે, મધ્યમ જનાને મરણના ભય હાય છે અને ઉત્તમ જનાને તે અપમાનના જ માત્ર મહાભય હાય છે, માટે વિદેશગમન અને જ ́ગલસેવન કરવુ. સારૂં', પણ સ્વજનવમાં અપમાનથી રહેવું સારૂ નહિ.” આ પ્રમાણે ચિંતવીને પંકિલ જળને ચાતક તજી દે તેમ તે ત્રણે જણા પેાતાના ખંધુના રાજ્યને તજી દઇને અલ્પ પરિવાર સાથે ત્યાંથી નીકળી પેાતાના મનેવાંછિતને આપનાર એવી વીરધવલ રાજાની સેવા કરવાની ઈચ્છાથી ધવલપુરમાં આવ્યા, ત્યાં પ્રથમ તે પૂર્વે જેના વૈભવને સાંભળેલ છે અને જે વ્યવહારમાં અતિ કુશલ ગણાય છે એવા વસ્તુપાલ મંત્રીના આવાસે આવ્યા. એટલે કુમાર (કાતિકસ્વામી)ના જેવા તેજસ્વી અને સર્વાંગસુંદર એવા તે ત્રણ રાજકુમારોને પોતાના ગૃહાંગણે આવેલા જોઈને પેાતાના સેવકો પાસે તેમને ગૌરવ સહિત આસનાકિ અપાવી મંત્રીઓમાં અગ્રેસર એવા વસ્તુપાલે તેમને સ્નેહ પૂર્વક પૂછ્યુ કે “ ક્ષત્રિચૈામાં ઉત્તમ અને પુણ્યવંત એવા તમે રાજકુમારા કયાંથી અને શા કારણે અહીં પધાર્યાં છે ?” એટલે રાજપુત્રો વિનયવંત જ હાય-એ કહેવતને સત્ય કરતા અને પોતાના